• જિલ્લાની 312 શાળામાં નોંધાયેલા 18,296 વિદ્યાર્થીઓ offline શિક્ષણમાં ઉત્સાહથી જોડાયા
  • કોવિડ 19ના તમામ નિયમોના પાલન સાથે અભ્યાસકાર્ય શરૂ કરાયું
  • રાજયકક્ષાના મંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવાનોએ બાળકોને શાળામાં આવકાર્યા

#Bharuch - માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે બોર્ડના છાત્રો કોરોનાનો ભય ભૂલી ભાવિ માટે સજ્જ

WatchGujarat. કોરોના મહામારી વચ્ચે 10 મહિના બાદ સોમવારથી શાળાઓ અનલોક થઈ છે અને રાજ્ય સરકારની ગાઈડ લાઇન સાથે આજે ભરૂચ જિલ્લાની શાળાઓમાં ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવતા online શિક્ષણથી થાકી ગયેલા 40.79 % છાત્રોએ 312 શાળામાં ઉત્સાહભેર SOP પ્રમાણે હાજરી પુરાવી Offline શિક્ષણને વધાવી લીધું હતું.

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી DEO નવનીત મહેતા એ માહિતી આપી હતી કે, કોરોના મહામારી બાદ શાળાઓ 10 મહિના બાદ ખુલતા જિલ્લામાં શિક્ષણ અને વહીવટી વિભાગે COVID-19 ની તમામ તકેદારી અને SOP નું પાલન કરી આજે વિદ્યર્થીઓને ઉમળકાભેર આવકાર્યા હતા. જિલ્લાની સરકારી શાળાઓ ખાતે રાજ્ય સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરુણસિંહ રણા સહિત અધિકારીઓ-પદાધિકારીઓએ બાળકોને તમામ વ્યવસ્થા સાથે આવકાર આપ્યો હતો. #બોર્ડ

ભરૂચ જિલ્લામાં માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક ની કુલ 312 શાળા ઓ આવેલી છે જેમાં ધોરણ 10 અને 12 ના કુલ 44858 છાત્રો નોંધાયેલા છે. જે પેકી 30000 થી વધુ વાલીઓ એ પોતાના બાળકોને શાળાએ મોકલવા સંમતિ પત્રક આપ્યા હતા. જોકે આજે 18296 બાળકોએ શાળામાં પ્રથમ દિવસે હાજરી નોંધાવી હતી.

#Bharuch - માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે બોર્ડના છાત્રો કોરોનાનો ભય ભૂલી ભાવિ માટે સજ્જ

કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને સોમવારથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આજે ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં શાળા આવકાર દિવસ ઉજવાયો હતો. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલ પહોંચ્યા હતા અને ધોરણ 10 તેમજ 12ના વિદ્યાર્થીઓને આવકારી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. #બોર્ડ

માસ્ક અને શોશ્યલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને કલાસરૂમમાં બેસાડાયા

કોરોના મહામારી વચ્ચે આજથી શાળાઓ શરૂ કરવામાં આવી છે જે બાબતે સરકાર દ્વારા એસ.ઓ.પી.પણ જાહેર કરાઈ છે જે મુજબ શાળા સંચાલકો દ્વારા કલાસરૂમ સેનેટાઇઝડ કરવામાં આવ્યા હતા તો કલાસરૂમમાં બાળકોને માસ્ક પહેરી તેમજ શોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ પ્રમાણે બેસાડવામાં આવ્યા હતા અને અભ્યાસકાર્ય શરૂ કરાયું હતું #બોર્ડ

વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ

કોરોના મહામારી વચ્ચે 10-10 મહિનાથી ઘરે રહી અભ્યાસ કરતા બાળકો આજે લાંબા સમય બાદ શાળાએ પહોંચ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને નવા જોશ સાથે શિક્ષણ કાર્યમાં જોડાયા હતા.

More #બોર્ડ #School #reopen #after #long #time #politician #welcome #Bharuch news
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud