નર્મદામાં બુટલેગરે દારૂના વહન માટે શરીર બનાવ્યું કેરિયર
દારૂની હેરાફેરી માટે બુટલેગરે પોતાના શરીરને બનાવ્યું માધ્યમ, પોલીસ પણ ચોંકી
દારૂની બોટલને સેલોટોપ વડે શરીર જોડે બાંધી હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો
ભરૂચ. નર્મદા જિલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં પોલિસ દારૂની હેરાફેરી પર સઘન વોચ રાખી રહી છે.પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગથી માંડીને અંતરિયાળ અને અન્ય રાજ્યોના બોર્ડર વિસ્તારમાં સાથે જોડાયેલા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લા LCB દ્વારા પોતાના શરીર પર દારૂની બોટલો લગાડી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના આદેશ મુજબ નર્મદા LCB PI એ.એમ.પટેલ, PSI સી.એમ.ગામીત સહિત અન્ય પોલીસ કર્મીઓએ રાત્રી દરમિયાન કોમ્બીંગ કરી રહ્યા હતા ત્યારે નાંદોદ તાલુકાના વણઝર ગામની કેનાલ પાસે એક ટીવીએસ વિક્ટર મો.સા.નં. GJ 22 9864 પર જઈ રહેલા નિલમભાઇ નરપતભાઇ વસાવા પર શંકા જતા એને ઉભો રાખી પૂછપરછ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન એના શરીર પરથી ઈંગ્લીશ દારૂના 48 નંગ કવાટરીયા પોલીસને મળી આવ્યા હતા.રાજપીપળા પોલીસે બુટલેગરને પકડી કાર્યવાહી હાથ ધરી છે.નર્મદામાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે સખ્ત પગલા લેવા તથા વધુમાં વધુ વોચ તથા નાકાબંધી દ્વારા આવા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા પોલીસ દ્વારા સઘન ચેકીંગને પગલે અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.