લુંટ કરવા આવેલા લુંટારૂઓ સાથે ઝપાઝપી થતા બે પૈકીની એક પિસ્તોલ દુકાનમાં જ મૂકી ભાગી ગયા
અંબિકા અને કલ્યાણ જ્વેલર્સ બન્ને પિતરાઇ ભાઇઓની બાજુ બાજુમાં દુકાન આવેલી છે.
આ ઘટનામાં નીખીલ અને મહેશ સોની બન્ને ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
લુંટારૂ ગેંગને ઝડપી પાડવા પોલીસની તમામ બ્રાન્ચો કામે લાગી
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલી અંબિકા જ્વેલર્સમાં સોમવારે બપોરે બે વાગ્યે અલગ અલગ વાહનો પર ચાર લુંટારૂ આવ્યા હતા. ચાર લુંટારૂ પૈકી બે દુકાનમાં ઘુસી સોનાની ચેઇન બતાવવાના બહાને ડબ્બો ઝુંટવીને જતા દુકાન માલિકે વિરોધ કર્યો હતો. દરમિયાન લુંટારૂએ તેની પાસેની પિસ્તોલ કાઢી ફાયર કર્યું હતું અને લુટારૂઓ ફરાર થયા હતા. ઘટના જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ આરંભી હતી.
ભરૂચના હાર્દસમા વિસ્તારમાં સામાન્ય દિવસોમાં પાંચબત્તી પાસે સેંકડો લોકોની એકસાથે ચહલ પહલ રહેતી હોય છે. સોમવારે બપોરે 2 વાગ્યે અંબિક જ્વેલર્સમાં સોનાની ચેઇન લેવા માટે ભેદી ત્રણ લોકો આવ્યા હતા. સોનીએ ચેઇન બતાવવા જતા લુંટારૂએ ડબ્બો ઝુંટવીને બહાર ઉભેલા પોતાના સાથીને ઇશારો કર્યો હતો. માલિકને લુંટનો ઇરાદો ખબર પડી જતા, તેમની પાછળ દોડ મુકી હતી. દરમિયાન ચાર લુંટારૂ પૈકી એક લુંટારૂએ ગેરકાયદેસર હથિયારમાંથી ફાયર કર્યું હતું. એક લુંટારૂને પકડવા જતા તે સિવિલ હોસ્પિટલ રોડ તરફ ભાગ્યો હતો.
https://youtu.be/3AS945PRpbE
એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પાંચબત્તીમાં વિસ્તારમાં આવેલી અંબિકા જ્વેલર્સમાં હિંદી ભાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઇ આવે છે. લુંટારૂઓ અલગ અગલ વ્હીકલ (બજાજ ડિસ્કવરી અને હોન્ડા એક્સેસ) લઇને આવ્યા હતા. પ્રથમ એક વ્યક્તિએ જ્વેલરીની દુકાનમાં જઇને સોનાની ચેઇન માંગી હતી અને ડબ્બો ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ બહાર ઉભેલા વ્યક્તિને ઇશારો કરી બોલાવ્યા હતો. સમગ્ર ઘટનામાં દુકાન માલિક તથા અન્ય લોકોએ સામનો કર્યો હતો. લુટારૂઓએ ગેરકાયદેસર હથિયાર દ્વારા ફાયર કર્યું હતું. ભાગવા જતા માલિક અને અન્ય લોકોએ તેમને પકડવા દોટ મુકી હતી. અને એક હથિયાર પકડી પાડ્યું હતું. તથા એક ઇમસ દોડીને ભાગી છુટ્યો હતો.
- લુંટ કરવા આવેલા લુંટારૂઓ સાથે ઝપાઝપી થતા બે પૈકીની એક પિસ્તોલ દુકાનમાં જ મૂકી ભાગી ગયા
- અંબિકા અને કલ્યાણ જ્વેલર્સ બન્ને પિતરાઇ ભાઇઓની બાજુ બાજુમાં દુકાન આવેલી છે.
- આ ઘટનામાં નીખીલ અને મહેશ સોની બન્ને ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
- લુંટારૂ ગેંગને ઝડપી પાડવા પોલીસની તમામ બ્રાન્ચો કામે લાગી