• બર્થ ડે પાર્ટીનાં ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ
  • તલવારથી કેક કટીંગ અને કોવિડ – 19 ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન
  • સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક વગર ટોળે ટોળા વળી ઉજાણી

ભરૂચ  -અંકલેશ્વર રેલવે સ્ટેશનના પાછળના ભાગે આવેલી 3 સ્ટાર હોટલ લોર્ડ્સ પ્લાઝામાં બર્થ ડે પાર્ટી ની ઉજવણી માટે ભેગા થયેલા યુવાનોએ કોવિડ – 19 અંગેની સરકારની ગાઈડ લાઇનનું છડેચોક ઉલ્લંઘન કર્યુ હતુ, એટલું જ નહીં તલવાર થી કેક કટીંગ કરી હતી , જેના ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે.

અંકલેશ્વર રેલવે સ્ટેશન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ લોર્ડસ પ્લાઝા હોટેલમાં વિકાસ નામ નાં યુવાન ની બર્થ ડે પાર્ટી ની ઉજવણી માટે સામાજીક કાર્યકર રજનીશસિંગ સહિત કેટલાક યુવાનો ભેગા થયા હતા , અને આ ખુશી નાં પ્રસંગ ની ઉજવણીમાં તેઓ કોવિડ – ૧૯ ની ગાઈડ લાઈન અને કાયદાનો ડર રાખ્યા વગર મસ્ત બન્યા હતા.

કોરોના ની મહામારી ને ફેલાવતા અટકાવવા માટે માસ્ક પહેરવું ફરજીયાત છે , જે સામાજિક પ્રસંગો માં પણ આ ગાઈડ લાઈનનો લોકોએ અમલ કરવાનો હોય છે , પરંતુ ખાનગી હોટેલ માં ઉજવાયેલી બર્થ ડે પાર્ટીમાં મશગુલ યુવાનો એ કોવિડ – 19 ની ગાઇડ લાઇનનું છડેચોક ઉલ્લંઘન કર્યુ હતુ, અને ટોળે વળીને તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી.

આ જન્મદિવસ ની ઉજવણી નાં ફોટો સોશિયલ મિડીયા પર વાયરલ થયા છે , જો તંત્ર દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓને અટકાવવામાં નહિં આવે તો અન્ય લોકો ને પણ કાયદાનો ડર રહેશે નહિ. હવે જોવુ એ રહ્યુ કે રસ્તા પર માસ્ક વગર ફરતા લોકો પાસે દંડની વસુલાત કરતી પોલીસ આ ઘટનામાં શું પગલા લે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud