નેત્રંગ ચાર રસ્તા પર બાતમીના આધારે રાતે 1 કલાકે મૂંગા પશુઓને બચાવી લેવાયા
₹ 6.50 લાખની ભેંસો, ₹15 લાખની ટ્રકો સહિત ₹21.50 લાખના મુદ્દામાલ સાથે 5 ઝબ્બે
ભરૂચ . નેત્રંગ પોલીસને રવિવારે રાતે 12 કલાકે અંકલેશ્વર રોડ તરફથી ટ્રકોમાં ગેરકાયદેસર રીતે પશુઓ ભરી લઈને આવે છે તેવી વર્દી મળી હતી. જેને લઈ ગાડીઓની વોચમાં હતા તે દરમ્યાન ભરૂચ પોલીસ કન્ટ્રોલરૂમ પર ટેલીફોનિક વર્દી લખાવનાર રાજેશભાઇ હસ્તીમલ શાહ જીવદયા એનિમલ વેલ્ફર ઓફીસર રહે.વાપી નાઓ પણ નેત્રંગ ચાર રસ્તા ઉપર હાજર હતા.
સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા તે વખતે પોણા એક વાગ્યાના અરસામાં અંકલેશ્વર રોડ તરફથી બાતમીવાળા 5 ટ્રકો આવતી હોઈ જે તમામ ટ્રકો તાડપત્રીથી બાંધેલ હોઈ અને જેથી પાંચેય ટ્રકોને રોડની સાઇડમાં ઉભી રાખી હતી. તમામ ટ્રકો વારા ફરતી ચેક કરતા ટ્રકની પાછળ લાકડાના પાટીયા ખોલી અંદર બેટરીની લાઈટ વડે ચેક કરતા પ્રથમ ટ્રકનો આગળ પાછળનો રજીસ્ટર નંબર જોતા GJ - 06 - AZ - 4036 નો હતો . જેના ચાલકે પોતાનું નામ અખ્તરહુશૈન મુસાભાઇ ભટ્ટી ઉ.વ .૩૫ રહે.વસ્તીખંડાલી તા.વાગરા જી.ભરૂચ નો હોવાનું જણાવેલ. ટ્રકમાં તપાસ કરતા 12 ભેસો ભરેલ હતી જેની કિંમત ₹1.20 લાખ તેમજ ટ્રકની કિ.રૂ . 3 લાખ ગણવામાં આવેલ છે .
ત્યારબાદ બીજા ટ્રકને જોતા તે ટાટા એલ.પી.ટ્રક હતી તેનો આગળ પાછળનો રજીસ્ટર નંબર જોતા GJ - 16 - X - 7866 નો હતો . જેના ચાલકનું નામ મકસુદભાઇ ગુલામભાઇ પટેલ ઉ.વ .૪૮ રહેહાલ.વાગરા અસ્માપાર્ક -૩ તા.વાગરા મુળરહે.લીમડી તા.વાગરા જી.ભરૂચ નો હોવાનું જણાવેલ. જે ટ્રકમાં પણ 12 ભેસો મળી આવી હતી.
ત્રીજા ટ્રકને જોતા તે ટાટા એલ.પી.ટ્રક હતો . તેનો આગળ પાછળનો રજીસ્ટર નંબર જોતા GJ - 16 - x - 7392 નો હતો . જેના ચાલકનું નામ જશવંતભાઇ ઉર્ફે સાંયનાથ પ્રભાતભાઇ ચાવડા ઉ.વ .૪૫ રહે.આમોદ ભીમપુરા નવીનગરી તા.આમોદ જી.ભરૂચનો હોવાનું જણાવેલ. સદર ઇસમને ટ્રકમાં શું જેમાં 13 ભેંસો હતી.
ચોથા ટ્રકને જોતા તે આઇસર ટેમ્પો હતો.તેનો આગળ પાછળનો રજીસ્ટર નંબર જોતા GJ - 16 - AU - 5031 નો હતો . જેના ચાલકનું નામ સાદિકભાઇ હબીબભાઇ મલેક ઉ.વ .૪૦ રહે.નુસરત મંઝીલ એપાર્ટમેન્ટ કોસંબા પોલીસ સ્ટેશની પાછળ તા.માંગરોળ જી.સુરત નો હોવાનું જણાવેલ. જેમાં 14 ભેંસો હતી.
પાંચમા ટ્રકને જોતા તે આઇસર ટેમ્પો હતો . તેનો આગળ પાછળનો રજીસ્ટર નંબર જોતા GJ - 16 - AU - 7117 નો હતો . જેના ચાલકનું નામ ઉસ્માન અકબર સિંધી ઉ.વ .૨૯ રહે.વલણ તા.કરજણ જી.વડોદરા નો હોવાનું જણાવેલ. આ ટ્રક માં પણ 14 ભેંસો હતી.
જેથી તમામ ટ્રકોમાં ભરેલ ભેંસો ગણી જોતા મોટી ભેંસો 56 તથા નાની ભેંસો 9 મળી નાની મોટી કુલ ભેંસો 65 ની કુલ કિ.રૂ .6.50 ગણવામાં આવેલ છે . તેમજ કુલ 5 ટ્રકોની કિ.રૂ .15 લાખ મળી કુલ્લે કિ.રૂ .21.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
મુંગા અબોલ પશુઓને ગેરકાયદેસર રીતે ભરી વહન કરી લઈ જતા અતિ ક્રુરતા પુર્વક તમામ ટ્રકોમા ખીચો ખીચ ટુંકી દોરી વડે બાંધી તેમજ બંધ તાડપત્રી વડે ઢાંકી તેઓને ખાવા માટે કોઇ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા નહિ કરી ટ્રક ચાલકો પાસેથી હેરાફેરી કરવા અંગે કોઇ સક્ષમ અધિકારીના પ્રમાણ પત્રની માંગણી કરતા નહી હોવાનું જણાવેલ.
જેથી સદર પકડાયેલ ભેંસોને ક્યાંથી ભરી લાવેલ તે બાબતે હકીકત પૂછતા સદર ભેંસો ભરૂચ શેરપુરા ખાતેથી ભરી ધુલિયા મહારાષ્ટ્ર ખાતે આવેલ માર્કેટયાર્ડ ખાતે લઈ જવાના હતા. પકડાયેલ તમામ ઈસમો વિરૂધ્ધ પશુઘાતકી પણા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
- નેત્રંગ ચાર રસ્તા પર બાતમીના આધારે રાતે 1 કલાકે મૂંગા પશુઓને બચાવી લેવાયા
- ₹ 6.50 લાખની ભેંસો, ₹15 લાખની ટ્રકો સહિત ₹21.50 લાખના મુદ્દામાલ સાથે 5 ઝબ્બે