સી ડિવિઝન પોલીસે હાઈવેની શિવશક્તિ હોટલ પરથી 2 કલાકમાં જ રાહુલ ખંડેલવાલને દબોચી લીધો
એ ડિવિઝન પુરુષ લોકઅપમાં પાણી નહિ આવતું હોવાનો લાભ ઉઠાવ્યો
હે.કો. મહિલા ટોયલેટમાં લઈ જતા ધક્કો મારી પહેલા માળેથી કૂદી ભાગ્યો હતો
ભરૂચ : 9 દિવસ પહેલા મધરાતે સેવાશ્રમ રોડ પર વર્ણા કારમાં હથિયારો સાથે ઝડપાયેલ ખુંખાર ગુનેગાર રાહુલ ખંડેલવાલ ગુરુવારે સવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાને ઝાડા થઈ ગયા હોવાનું તરક્ત રચી હે.કો. ને ધક્કો મારી પેહલા માળે થી કૂદી ફરાર થઈ ગયો હતો. જોકે 2 કલાકમાં જ આરોપીને હાઈવેની શિવશક્તિ હોટલ પરથી દબોચી લેવાયો હતો.
ભરૂચના ચકચારી ઝી ટ્રાવેલ્સ અને ઇલેક્ટ્રોનિક્સના માલિક સુનિલ તાપિયાવાલા હત્યા પ્રકરણમાં નિર્દોષ છુટેલી પત્ની હિરવાનો પ્રેમી અને ખુંખાર ગુનેગાર રાહુલ ખંડેલવાલ 9 દિવસ પહેલા મધરાતે સેવાશ્રમ રોડ પર કારમાં 1 પિસ્તોલ, 2 તમંચા અને 29 કારતૂસ સાથે ઝડપાયો હતો. ગુરુવારે સવારે એ ડિવિઝન પોલીસ મથકના લોકઅપ માં રહેલા રાહુલે પોતાને ઝાડા થયા હોવાનું પોલીસને જણાવ્યું હતું.
પુરુષ લોકઅપના ટોયલેટમાં પાણી આવતું ન હોય ફરજ પર હાજર હે.કો. રમણભાઈ એ લોકઅપ ખોલી તેને મહિલા ટોયલેટમાં લઈ ગયા હતા. સ્વતે 8.40 કલાકે ટોયલેટમાંથી બહાર નીકળ્યા બાદ આરોપી હે.કો. ને ધક્કો મારી ગેલેરીના રસ્તે દોડી પેહલા માળ થી કૂદી નાસી ગયો હતો.
સિવિલ હોસ્પિટલમાંથી 2 કાચા કામના કેદી ભાગી જવાની તાજેતરની ઘટના બાદ પોલીસ એલર્ટમાં આવી ગઈ હતી. રાહુલને પકડી પાડવા તેના પરિચિતો, ઠેકાણા, હાઇવે સહિતના સ્થળો પર તપાસ આરભાઈ હતી. હાઈવેની શિવશક્તિ હોટલ પર આરોપીની બેઠક હોય સી ડિવિઝનના પી.આઈ. ઉનડકટ સહિત પોલીસ કાફલા એ પોહચી જઇ ત્યાં રહેલા રાહુલને ઝડપી લીધો હતો.