• ભરૂચ ઔદ્યોગિક રીતે વિકસિત હોઈ અવરજવર વધતા કોવિડ વધી શકે છે તેથી આ અંગે જાગરૂકતા જરૂરી
  • કોવિડ આઉટ બ્રેક ઇન ભરૂચ એન્ડ વર્ક પ્લેસ ઉપર ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસો. ના ઉપક્રમે યોજાયેલ ઓનલાઈન પરિસંવાદ
  • જિલ્લા માં રોજ ના 1000 કરતા વધુ ટેસ્ટ કરાઈ રહ્યા છે

ભરૂચ. કોવિડ આઉટ બ્રેક ઇન ભરૂચ એન્ડ વર્ક પ્લેસ ઉપર ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસો. ના ઉપક્રમે યોજાયેલા ઓનલાઈન પરિસંવાદ માં જિલ્લામાં કોવિડના કેસોમાં અવરજવર વધવાને કારણે તેનો ફેલાવો વધી રહ્યો છે સાથે કોવિડ ની તીવ્રતા માં ઘટાડો નોંધાતા મૃત્યુદર પણ ઘટ્યો છે અને મોટી સંખ્યામાં લોકો સાજા થઈ રહ્યાં છે એમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વી.એસ.ત્રિપાઠીએ ઓનલાઈન પરિસંવાદ માં જણાવ્યું. તેમણે ઉમેર્યું કે સાત જેટલી ખાનગી લેબ હવે એન્ટિ બોડી ટેસ્ટ કરી શકશે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના ડે. કમિશ્નર જે. બી.દવે એ ઉદ્યોગો માં સરકારી માર્ગદર્શિકા નું પાલન થાય તેની કાળજી જરૂરી છે. અને તેથી તમામ બહાર થી આવતા કામદારોનું અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોનું મહત્તમ ટેસ્ટિંગ જરૂરી છે જેથી સંક્રમણ અટકાવી શકાય. કુલ 35 જેટલા ઉધોગો ને પૂરતા પગલાં લેવા તાકીદ કરાઈ છે.

પટેલ વેલ્ફેર હોસ્પિટલ ના CMO ડો સુકેતુ દવે એ જણાવ્યું કે વાયરસ ની તીવ્રતા ઘટી છે પણ લોકો ની બેદરકારી પરિસ્થિતિ બગડી શકે છે, તેમણે બીજો મોટો વધારો કેસો માં નોંધાઇ શકે છે તેવી દહેશત વ્યક્ત કરી હતી. કોરોના અંગે તબીબોનપર વિશ્વાસ રાખવો પણ તેમને જણાવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં કોવિડ દર્દી માટે પૂરતા બેડ ઉપલબ્ધ છે. સરકારી નિયત કોવિડ હોસ્પિટલમાં 35 ટકા બેડ ઉપયોગ માં છે જયારે ખાનગી હોસ્પિટલો માં 45 ટકા કોવિડ ના દર્દી ઓ છે. જેથી ડર ની જરૂર નથી. કેટલીક કંપનીઓ ટેસ્ટ અંગે ની જાણ નથી કરતી ત3 ગંભીર બાબત છે કારણ કે આને કારણે કન્ટેઈનમેન્ટ ઝોન માહિતી ના અભાવે જાહેર કરી શકતા નથી અને કોરોના નો ચેપ આસપાસ લાગી શકે છે. આ ઓનલાઈન કાર્યક્રમમાં સ્વાગત પ્રમુખ હરીશ જોષી અને આભારવિધિ સેક્રેટરી મહેશ વશી એ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !