જંબુસર તાલુકાના અણખી ગામના બસ સ્ટેન્ડ પાસે બનેલી વિચિત્ર ઘટાના
યુવાન તેના મિત્ર સાથે સગીરાને ભગાડી જતાં માતા-પિતાએ બાઇક પર પિછો કર્યો હતો
જંબુસર. ફિલ્મી સ્ટોરી જેવી વિચિત્ર ઘટના બની હતી. તાલુકાના એક ગામની સગીરાને યુવાન તેના મિત્ર સાથે ભગાડી જતો હતો. દરમિયાનમાં સગીરાના માતા-પિતાને જાણ થતાં તેઓએ બાઇક પર તેમનો પિછો કર્યો હતો. અરસામાં અણખી ગામ પાસે તેમણે યુવાનોની બાઇક રોકવા પોતાની બાઇક આગળ કરતાં યુવાને તેમને ટક્કર મારી હતી. જેના પગલે બાઇક પરથી સગીરાની માતા પડી જતાં માથામાં ગંભીર ઇજાઓેને પગલે તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે વેડચ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જંબુસર પંથકમાં ભાગેલાં પ્રેમીયુગલને પકડવા જતાં માતા-પિતાને અકસ્માત નડતાં માતાનું મોત નિપજવાની કરૂણાંતિકા બની હતી. જંબુસરના એક ગામમાં રહેતી સગીરાને ગજેરા ગામનો યુવાને પ્રેમ સંબંધમાં ભોળવી લગ્નની લાલતે તેના મિત્ર સાથે બાઇક પર ભગાડી ગયો હતો. દરમિયાનમાં સગીરાના પરિવારને બનાવની જાણ થતાં તેના માતા-પિતાએ બાઇક પર તેમનો પિછો કર્યો હતો. પિછો કરતાં તેઓ અણખી ગામના બસ સ્ટેન્ડ સુધી પહોંચતાં સગીરા અને તેને ભગાડી જનાર યુવાનની બાઇક દેખાતાં પિતાએ પોતાની બાઇક પુર ઝડપે હંકારી તેમની બાઇકની આગળ લાવી તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાને યુવાને તેમની બાઇકને ટક્કર મારતાં સગીરાની માતા બાઇક પરથી પટકાતાં તેમના માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તબીબોએ તેમનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, માતા બાઇક પરથી પડી ગયેલી જોતાં સગીરા પણ બાઇક પરથી કુદી જતાં તેને પણ સામાન્ય ઇજાઓ થઇ હતી. બનાવ સંદર્ભે વેડચ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- જંબુસર તાલુકાના અણખી ગામના બસ સ્ટેન્ડ પાસે બનેલી વિચિત્ર ઘટાના
- યુવાન તેના મિત્ર સાથે સગીરાને ભગાડી જતાં માતા-પિતાએ બાઇક પર પિછો કર્યો હતો