• સોશિયલ મિડીયા પર સાંસદે પોતાનો મત રજુ કરી વિરોધીઓને આપી આડકતરી ચિમકી
  • દેશના પ્રધાનમંત્રી અને એક ગુજરાતીને આવકારવાના બદલે વિરોધ કરવા નીકળી પડ્યા છો, તે તમને શોભતું નથી સાંસદનો વિરોધીઓને પડકાર

ભરૂચ. સાંસદ મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયા પર વિરોધીઓને આડે હાથે લીધા છે. સાથે જ વિરોધીઓના વાણી વિલાસથી જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર જાણકાર હોવા છતાં તેમને છાવરી રહ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

ભરૂચ લોકસભા મતવિસ્તારના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના ફેસબુક પર મુકેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, દેશના પ્રધાનમંત્રી તથા અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી તથા ભાજપ સરકારના વિરુદ્ધમાં નર્મદા જિલ્લાના કારોબારી સમિતિના ચેરમેન બાદુર વસાવા, નર્મદા જિલ્લા બી.ટી.પી. પ્રમુખ ચૈતર વસાવા તથા રાજપીપળા નગર પાલિકાના સભ્ય, આમુ સંગઠનના પ્રમુખ, બી.ટી.પી. સમર્થક મણકા વસાવા (મહેશ) આ સર્વો બેફામ બોલે છે.

નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરે છે. હંમેશા સરકાર અને અમારા સન્માનીય નેતાઓ તથા અમારા વિરૂદ્ધમાં વાણી-વિલાસ કરે છે. આ બધું જ જિલ્લા વહીવટીતંત્રને તથા પોલીસ વિભાગને ખબર છે, છતાં તેમને છાવરવાનું કામ કરે છે. મારા માટે જેટલું બોલવાનું હોય, ગાળો દેવાની હોય, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો હોય તે કરી લો, પરંતુ દેશના સન્માનીય વડાપ્રધા નરેન્દ્રભાઈ મોદી વિરુધ્ધ જો બોલશો તો ઈટનો જવાબ અમે પથ્થરથી આપીશું.

દેશના પ્રધાનમંત્રી અને એક ગુજરાતીને આવકારવાના બદલે વિરોધ કરવા નીકળી પડ્યા છો, તે તમને શોભતું નથી, સાનમાં જેટલું સમજવું હોય એટલું સમજી લો તમારા બધા જ પ્રશ્નોનો જવાબ હું 31 મી પછી આપીશ તેમ અંતમાં સાંસદે પોતાના સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી વિરોધીઓને ટકોર કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud