• ભરૂચ જિલ્લા NSUI ના નર્મદા કોલેજ બહાર દેખાવો
  • ન્યાયના ધોરણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી તપાસ કરાવવા કુલપતિ અને શિક્ષણમંત્રી સમક્ષ માંગ
  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ની વાર્ષિક કસોટીઓમાં અવારનવાર છબરડાઓ બહાર આવતા રહે છે આવો જ વધુ એક કિસ્સો બન્યો છે.
  • કોરોનાકાળમાં M.Com. પાર્ટ-૨ ના વિદ્યર્થીઓએ મહેનત કરી શનિવારે યોજાનાર એકાઉન્ટ-4 ની પરીક્ષા માટે સજ્જ થયા હતા. જોકે પેપરની આગલી રાતે જ સોશ્યલ મીડિયા પર પેપર લીક થયું હતું.
  • શનિવારે વિદ્યાર્થીઓ જોખમ ખેડી ગમાં અણગમા સાથે પરીક્ષા આપવા ગયા હતા. પેપર લીક વચ્ચે અન્ય પ્રશ્નો પણ અભ્યાસક્રમ બહારના પુછાતા દેકારો મચી ગયો હતો.
  • V.N.S.G.U યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવાનું બંધ કરે તેવી માંગ સાથે વિરોધ નોંધાવવા NSUI આગળ આવ્યું હતું.

ભરૂચ.કોરોના માહામારી માં દિવસ- રાત મહેનત કરી પોતાની જાન ના જોખમે પરીક્ષા આપવા ગયેલ વિધાર્થીઓની મહેનત પાણીમાં ગઇ અને તેમની સાથે અન્યાય થયો. અગાઉ નાં વર્ષો માં પણ યુનિવર્સિટી દ્રારા લેવામાં આવેલ પરીક્ષામાં પણ ઘણા છબરડા જોવામાં આવ્યા હતાં.

યુનિવર્સિટી તંત્ર દ્રારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવાનું બંધ કરે અને જે જવાબદાર છે તેને યોગ્ય સજા આપે તેમજ વિદ્યાર્થીઓ ને ન્યાય મળે એ હેતું થી આ વિષયની પરીક્ષા માં યોગ્યતા નાં ધોરણે વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપી પાસ કરે એજ માંગ સાથે સોમવારે ભરુચ જીલ્લા NSUI પ્રમુખ દ્વારા તા-૧૪-૯-૨૦૨૦ સોમવાર નાં રોજ સમય-૧૧:૧૫ કલાકે સ્થળ- નમૅદા કોલૅજ ,ઝાડેશ્વર ઉગ્ર વિરોધ નોંધાવી પ્રદશૅન કરી આચાયૅ ને સંબોધી કુલપતી અને શિક્ષણમંત્રી ને યોગી પટેલ, અન્ય કાર્યકરો સહિત વિદ્યાર્થીઓ સાથે ભરૂચની નર્મદા કોલેજ બહાર વિરોધ પ્રદર્શન અને આવેદન પાઠવવાનો કાર્યક્રમ આપ્યો હતો.

વિરોધ પ્રદર્શનને પગલે ગેટ બહાર પહેલાથી પોલીસ ખડકી દેવાય હતી. NSUI અને કોલેજીયનો એ પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવી ન્યાય માટે કુલપતિ તેમજ શિક્ષણમંત્રી ને આવેદન પત્ર પાઠવી પરીક્ષા રદ કરી યોગ્યતાના ધોરણે છાત્રોને માસ પ્રમોશન આપી , પેપર લીક થવા પાછળ જવાબદારીઓને સજા કરવાની માંગ કરી હતી

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud