સોશ્યલ ડિસ્ટનસના અભાવ વચ્ચે માસ્ક વગર ફરતા લોકો અને વેપારીઓ
નવરાત્રી પૂર્વે ખરીદી માટે ભારે મેદની ઉમટી પડી
ભરૂચ. શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 2400 ને વટાવી ગયો છે ત્યારે હજી પણ લોકો ગંભીર બેદરકારી દાખવી રહ્યા હોવાના દ્રશ્યો શહેરની ઐતિહાસિક રવિવારીમાં જોવા મળ્યા હતા. ભારે ભીડ ઉમટી પડતા પોલીસે રવિવારી બજાર બંધ કરાવવાની ફરજ પડી હતી.
જ્યાં સુધી વેકસીન ન શોધાય ત્યાં સુધી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જ કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે ત્યાં ભરૂચની રવિવારીમાં વેપારીઓ અને લોકો માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સ બાબતે લાપરવાહી રાખતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. શહેરના કતોપોર બજારમાં ભરાતી ગુર્જરી બજારમાં શહેર ઉપરાંત અકસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદારી માટે ઉમટી પડે છે.
જોકે આજે ઇતવારી માં ચીજવસ્તુઓ વેચવા બેઠેલા વેપારીઓ અને ખરીદી કરવા આવેલા કેટલાક લોકો માસ્ક વગર જ ફરતા નજરે પડ્યા હતા. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ અંગે વેપારીઓ અને પ્રજાની આ બેદરકારી તેમને તેમજ બીજાને કોરોનાનાં ભરડામાં સાંપડી શકે છે. આગામી નવરાત્રી ને લઈ આજે બજારમાં ભારે ભીડ ઉમટી પડતા કોવિડ 19 ની ગાઈડલાઇન મુજબ રવિવારી પોલીસને બંધ કરાવવાની ફરજ પડી હતી.