• ધો. 8, 9 અને 10 ના છાત્રોના વાલીઓએ લંપટ શિક્ષક રાકેશ ચોબેને ઘરે જઈને ધોઈ નાખ્યા બાદ ફટકારતા ફટકારતા શાળાએ લઈ ગયા
  • શાળા મેનેજમેન્ટેએ શિક્ષકને શાળામાંથી તાત્કાલિક પાણીચુ આપ્યું
  • અશ્લીલતા પીરસનાર શિક્ષકે વાલીઓનો આક્રોશ અને માર ખાધા બાદ અંકલેશ્વર જ છોડી દેવાની આજીજી કરી
  • ઓનલાઈન શિક્ષણનો સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો
  • વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અર્થે બનાવાયેલ વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ પોસ્ટ ધરે ચાલુ ઓનલાઇન કલાસમાં કરી હતી
  • વાલીઓ દ્વારા ફરિયાદ ના થતા શિક્ષક સામે હાલ અટકાયતી પગલાં

અંકલેશ્વર. પદ્માવતી નગરમાં આવેલી સરસ્વતિ વિદ્યામંદિર શાળાના મૂળ યુપીના સંસ્કૃત, અંગ્રેજી અને કોમ્પ્યુટર ધો.8 , 9 અને 10ના છાત્રોને ભણાવતા શિક્ષકે શાળાના ઓનલાઈન ગ્રૂપમાં અશ્લીલ ફોટો અપલોર્ડ કરતા ભારે હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અર્થે બનાવાયેલ વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ પોસ્ટ ધરે ચાલુ ઓનલાઇન કલાસ દરમિયાન કરી હતી. જેથી વાલીઓને જાણ થતા વાલીઓએ શિક્ષકના ઘરે જઈ મેથી પાક આપી તેનો વરઘોડો કાઢતા શાળા પર પહોંચી ભારે વિરોધ નોંધાવ્યો કર્યો હતો.

વાલીઓએ છેલબટાવ શિક્ષકને ઢીબી નાખી આક્રોશ ઠાલવ્યો હતો. આખો મામલો જીઆઇડીસી પોલીસ મથકે પહોંચતા પોલીસે શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનામાં શાળાએ ત્વરિત અસરથી શિક્ષકને કાઢી મુક્યો હતો. જયારે વાલી દ્વારા ફરિયાદ ના થતા શિક્ષક સામે હાલ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

અંકલેશ્વર રાજપીપલા રોડ પર આવેલ પદ્માવતી નગરમાં સરસ્વતી વિદ્યામંદિર ખાતે કોમ્પ્યુટર, સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ આપતા મૂળ યુપી નો શિક્ષક રાકેશ ચોબેની અશ્લીલતા શાળાના બાળકોના ઓનલાઇન ગ્રુપ માં છતી થતા ભારે હોબાળો મચ્યો હતો. લોકડાઉનનાં સમય બાદ શાળાનો સંપૂર્ણ અભ્યાસક્રમ ઓનલાઇન પ્રક્રિયાથી ચાલતો હોય જેમાં વિવિધ વોટસએપ ગૃપ બનાવી હોમવર્ક આપવામાં આવતું હોય છે.

શાળા તેમજ ટ્યુશન કલાસીસ પણ ચાલી રહ્યા હતા. ધરેથી ચાલી રહેલા ઓનલાઇન ટ્યૂશન ક્લાસીસમાં શાળાના શિક્ષક રાકેશ ચોબેએ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ માટે બનાવવામાં આવેલા ગૃપમાં અશ્લીલ ફોટો મૂકતા વિવાદ થયો હતો. વાલીઓએ શાળા ખાતે પહોંચી ભારે હોબાળો મચાવી શિક્ષકના ધરે પહોંચી તેને મેથી પાક ચખાડ્યો હતો. અને તેનો વરઘોડો કાઢી શાળા સંકુલ ખાતે લઇ આવ્યા હતા.

વાલીઓએ મચાવેલા હોબાળાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. ઘટનાની જાણ થતાં જીઆઇડીસી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. શાળા સંકુલ ખાતે વિદ્યાર્થીઓ- વાલીઓના ટોળા જામ્યા હતા. જ્યાં શાળા આચાર્ય અને મેન્જમેન્ટ સમક્ષ વાલીઓએ રજુઆત કરતા આખરે શિક્ષકને શાળા માંથી બરતરફ કરી દેવામાં આવ્યો છે.

ભૂલથી ફોટો અપલોડ થયો હોવાનું શિક્ષકનું પોલીસ સમક્ષ નિવેદન

એ પૂર્વે શિક્ષકે શાળા અને પોલીસ સમક્ષ લેખિત નિવેદન આપતા પોતાની ભૂલથી આ ફોટો અપલોર્ડ થઇ ગયો હોવાનું સ્વીકાર્યું હતું. જો વાલીઓ ઉકારાતા ચરૂ વચ્ચે શિક્ષકે અંકલેશ્વર છોડી દેવાની પણ હૈયાધરણ આપી હતી. આ બાબતે પોલીસ ફરીયાદ કરવા કોઈ વાલી કે શાળા મેનેજમેન્ટ આગળ ના આવતા અભ્યાસક્રમનાં ગૃપમાં અશ્લીલ ફોટો શેર કરનાર શિક્ષકની અંકલેશ્વરની GIDC પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જો આ બાબતે શાળા મેનેજમેન્ટએ કોઈપણ જાતની ટિપ્પણી કરવાનું ટાળી મીડિયાથી અંતર જાળવ્યું હતું. બસ શિક્ષકને ત્વરિત અસરથી નોકરી પરથી બરતરફ કરવામાં આવ્યો છે. અને તેનું લેખિત નિવેદન લઇ પોલીસ ને સોપવામાં આવ્યો છે.

ઓનલાઇન શિક્ષણ બાળકો માટે લાલબત્તી સમાન

ઓનલાઇન શિક્ષણ માં વિદ્યાર્થીઓ ના અભ્યાસ પર અસર પડી રહી હોવાની સાથે સાથે તેવો અભ્યાસ માં રુચિ ના ધરાવતા હોવાની ફરિયાદો અગાવ ઉઠી છે. જે વચ્ચે તરુણાવસ્થાના વિદ્યાર્થીઓ ના ગ્રપ માં ઓનલાઇન શિક્ષણ આડ માં કેટલાક માનસિક વિકૃત શિક્ષકને લઇ બાળકોમાં માનસ પટલ પર વિપરીત અસર પડી રહી છે. તેવો પદ્દમાવતી નગરની સરસ્વતી વિદ્યામંદિરનો આ કિસ્સો સમાજ અને વાલીઓ માટે લાલબત્તી સમાન બન્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud