• દૂષિત પાણીને કારણે જળચર જીવસૃષ્ટિ અને આસપાસના ખેતરો પર ખતરો તોળાયો.
  • અંકલેશ્વરમાં NCT લાઈનમાં ભંગાણની GPCB, નોટિફાઇડ અને NCT ને ફરિયાદ
  • પ્રકૃતિ સુરક્ષા મંડળે ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું
  • પાઈપલાઈનનું સમારકામ પૂર્ણ થતા સુધી ઉદ્યોગોને કેમિકલ વેસ્ટ ન છોડવા સૂચના અપાઈ

અંકલેશ્વર. અંકલેશ્વર, ઝઘડિયા અને પનોલીના ઉધોગોનું પ્રદુષિત પાણી ટ્રીટમેન્ટ અને વહન કરતી નર્મદા ક્લીન ટેક NCT ની લાઈનમાં હાંસોટ તાલુકાના મોઠીયા ગામ પાસે ભંગાણ પડતા ઉધોગોનું પ્રદુષિત પાણી આમલખાડીમાં ઠલવાઇ રહ્યું છે. જેને પગલે જળચર જીવસૃષ્ટિ અને આસપાસના ખેતરો પર ખતરો તોળાયો છે.

એશિયાની સૌથી મોટી અંકલેશ્વર જીઆઇડીસી, પાનોલી અને ઝઘડિયા ઉધોગોનું પ્રદુષિત પાણી વહન કરી ટ્રીટમેન્ટ કરતી નર્મદા ક્લીન ટેક NCT ની લાઈનમાં હાંસોટ તાલુકાના મોઠિયા ગામ પાસે ભંગાણ પડતા ફરી પ્રદુષિત પાણીનો વિવાદ ઉભો થયો છે. વાલિયા ચોકડી પાસે આવેલ અંકલેશ્વર જીઆઇડીસી ના ફાઇનલ પંપીંગ સ્ટેશન પાછળથી પ્રદુષિત પાણી આમલખાડીમાં વહી રહ્યું હોવાથી જીવસૃષ્ટિ અને આસપાસના ખેતરો પર ખતરો તોળાયો છે. NCTની લાઈનમાં છાશ વારે સર્જાતા ભંગાણથી પ્રજા અને ખેડૂતોને સમસ્યા થઈ રહી છે.

અંકલેશ્વરમાં ઔદ્યોગિક એકમોનો રાસાયણિક કચરો આમલાખાડીમાં વહેવડાવી દેવાતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પર્યાવરણવાદી સંસ્થાએ વિડીયો જાહેર કરી તાત્કાલિક પ્રદુષણ અટકાવવા માંગ કરી છે. ભરૂચ જિલ્લામાં પ્રવાહી રાસાયણિક કચરાના નિકાલની વર્લ્ડ બેસ્ટ ટેક્નોલોજી ઉપલબ્ધ હોવા છતાં વારંવાર પ્રસાશનની ફરિયાદો ઉઠે છે. આજે વધુ એકવાર રાસાયણિક કચરો નદી નાળામાં ઠલવાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

ફાઇનલ ટ્રીટમેન્ટ બાદ કેમિકલ વેસ્ટનો  સમુદ્રમાં નિકાલ કરતી પાઇપલાઇનમાં અંકલેશ્વરના મોઠીયા નજીક ભંગાણ થતા નર્મદા ક્લીન ટેક્નોલોજી લિમિટેડ દ્વારા કંપનીઓને કેમિકલ  નહિ છોડવા સૂચના અપાઈ છે છતાં વરસાદ અને કેટલાક ઉદ્યોગો પાણી છોડવાનું ચાલુ રાખતા કેમિકલ વેસ્ટ પમ્પીંગ સ્ટેશનમાંથી ઓવરફ્લો થઈ આમલાખાડીમાં ભાળ્યું હોવાનો પર્યાવરણવાદી સલીમ પટેલે આક્ષેપ કરતા જીપીસીબીને ફરિયાદ કરી છે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણીએ જણાવ્યું હતું કે NCTL ની સૂચનાનું પાલન કરવામાં આવી રહ્યું છે. મોઠીયા નજીક પાઈપલાઈનનું સમારકામ પૂર્ણ થતા સુધી ઉદ્યોગોને કેમિકલ વેસ્ટ ન છોડવા સૂચના આપી દેવાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud