વાઇરલ થયેલા વિડીયોથી ધમાચકડી
શેરડી ઠુસી ઠુસીને ભરતા એક્સેલના પાટા તૂટી જતા સર્જાઈ ઘટના
ચાલુ ટ્રકે ઘટના ઘટી હોત તો અન્ય વાહનો ચપેટમાં આવી જાત
WatchGujarat. ઝઘડિયા રોડ પર ઓવરલોડેડ વાહનો બેફામ દોડી રહ્યા હોવાની અવારનવાર બુમો ઉઠે ઉઠે છે ત્યારે મંગળવારે મુખ્ય માર્ગ પર ઓવરલોડેડ શેરડી ભરેલી ટ્રક ની એક્સેલો (પાટાઓ) તૂટી જતા ઉભેલી ટ્રકે પલટી મારી હોવાનો વિડીયો વાઇરલ થતા લોકોમાં અચરજ સાથે ભય ફેલાયો છે. #Bharuch
ભરૂચ જિલ્લાની ઝઘડિયા પટ્ટી પર ઓવરલોડેડ રેતી, માટી સહિતના ખનીજો ઓવરલોડેડ ભરેલા વાહનો બેફામ દોડી રહ્યા હોવાની બુમો અવારનવાર ઉઠતી રહે છે. જેના કારણે જીવલેણ અકસ્માતો સાથે રસ્તાઓની પણ દુર્દશા સર્જાઈ છે.
ડિસેમ્બર માં જ ભરૂચ ખાણ ખનીજ વિભાગે ભીમાફિયા અને ઓવરલોડેડ વાહનો પર તવાઈ બોલવવાની શરૂઆત કરી હતી. ત્યારે મંગળવારે ઝઘડિયા મુખ્ય માર્ગ પર વિચિત્ર ઘટનાનો વાયરલ થયેલા વિડીયોએ ચકચાર જગાવી છે. #Bharuch
https://youtu.be/myflnzSPnc4
ડબલ એક્સેલ 6 પૈડાંની ટ્રક નું વજન 20000 કિલો (20 ટન) જેટલું હોય છે. એ જ ટ્રકમાં 15 ટન જેટલી શેરડી ભરેલી હોય એક્સેલ પાટાઓ ઓવરલોડેડ ટ્રક ને કારણે તૂટી પડતા જમણી તરફની એક્સેલો બેસી જતા ઉભેલી ટ્રકે પલટી મારતા રસ્તા પર જ ટ્રક ઉંધી વળી ગઈ હતી. ટ્રક માં રહેલો ડ્રાઈવર પણ ધડામ દઇ સીટ પર બેઠા બેઠા જ જમીન પર પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો. ટ્રક ઉંધી પડતા ઓવરલોડેડ શેરડીની રસ્તા પર રેલમછેલ થઈ ગઈ હતી. જો ટ્રક ની બાજુમાં અન્ય કોઈ વાહન હોત કે ચાલુ ટ્રકે આ બનાવ બન્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શક્ત. હાલ તો વાયરલ વિડીયો એ લોકોમાં હાસ્યનું મોજું પણ ફેલાવ્યું છે સાથે જ ભયનો માહોલ પણ ઉભો કર્યો છે.
More #Overloaded #Sugarcane #truck #Overturn #Zaghadia #Bharuch #Gujaratinews #WatchGujarat