ભરૂચના ટેલરે બનાવેલા 3D ખિસ્સાવાળા માસ્ક લોકોમાં કૂતુહલ સર્જી રહ્યું છે.
બાળકો, મહિલાઓ અને પુરૂષો માટે ત્રણ કેટેગરી અને અલગ અલગ સાઈઝ.
ભરૂચ. કોરોના મહામારીમાં માસ્ક પહેરવું એ ખૂબ જ આવશ્યક બાબત છે. માસ્કની અનેક વેરાઈટી બજારમાં ઉપલબ્ધ છે ત્યારે ભરૂચના ટેલરે કપૂર, અજમો, લવિંગ વગેરે મૂકી શકાય તેવા ખિસ્સાવાળા 3D માસ્ક તૈયાર કર્યા છે. આ માસ્ક લોકોમાં ભારે કુતૂહલ સર્જી રહ્યાં છે.
ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં અશોક ટેલર નામની દુકાન ધરાવતાં ધર્મેશ પરમારે Watch Gujaratને જણાવ્યું હતું કે, બજારમાં એક જ સાઈઝ અને ચોક્કસ પ્રકારના જ માસ્ક મળતાં હતાં. ત્યારે મને વધુ સુરક્ષા અને સુવિધા પ્રદાન કરતાં માસ્ક બનાવવાનો વિચાર આવ્યો હતો. તેથી મેં ખિસ્સાવાળું 3D માસ્ક બનાવ્યું હતું.
વધુમાં ઉમેર્યું કે, 3D માસ્કનો પહેલા મેં જાતે જ ઉપયોગ કર્યો હતો. આ માસ્કમાં ખિસ્સું બનાવવાનો હેતુ તેમાં લોકો કપૂર, અજમો, લવિંગ, નિલગીરીના તેલ કે વિક્સની પડીકી મૂકી શકે તે હતો. જેથી કરી વાઇરલ ઇન્ફેક્શનથી બચી શકાય. શરદી સામે રક્ષણ મળવા સાથે શુદ્ધ હવા મેળવી શકે. નાના બાળકોને શરદી થાય ત્યારે અગાઉ અજમાની પોટલી ગળામાં પહેરાવવામાં આવતી હતી એ જ આઈડિયા પર પોકેટ 3D માસ્ક બનાવાયા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ધર્મેશ પરમારે અલગ અલગ વેરાયટી તેમજ બાળખો, મહિલાઓ અને પુરૂષો માટેની સાઈઝ પ્રમાણેના અલગ અલગ માસ્ક તૈયાર કર્યા છે. રૂ. 35ની કિંમતમાં મળતાં 3D માસ્કને લોકોમાં જબરદસ્ત આવકાર પ્રાપ્ત થઇ રહ્યો છે.