• અંકલેશ્વરના કાસીયા ગામના યુવાનો નદીના ઊંડા પાણીમાં ગરક, રેસ્ક્યુ ઓપરેશન હેઠળ બન્ને યુવાનોની શોધખોળ આરંભાઈ
  • ધૂળેટીએ જ ઝઘડિયામાં એક યુવાનનું નર્મદા નદીમાં ડૂબી જતાં મોત થયું હતું
  • વર્ષો પેહલા નર્મદા નદીમાં કબીરવડ ખાતે ધૂળેટીએ ન્હાવા પડેલા ભરૂચના ચકલા વિસ્તારના 4 મિત્રો એક બાદ એક પાણીમાં ગરકાવ થયા હતા
  • ઝઘડિયા કાંઠે ઉંચેડિયા ગામે જ ભરૂચના 6 મિત્રો ધુળેટી એ નર્મદામાં ડૂબ્યા હોવાની કરુણાતિકા ઘટી હતી

WatchGujarat. નર્મદા કાંઠે વસેલા ભારતની બીજી પ્રાચીન નગરી અને ઔદ્યોગિક ગઢ ભરૂચમાં વર્ષોથી હોલી-ધૂળેટીનું પર્વ ઔદ્યોગિક અકસ્માતો, ડૂબી જવાની ઘટનાઓ અને રોડ અકસ્માતને લઈ ગોજારૂ રહ્યું છે. હોળી-ધુળેટી પર્વે આનંદ ઉલ્લાસ અને મોજ વચ્ચે ઘટનાઓ અને હોનારતો સર્જવાનો સિલસિલો ભરૂચ જિલ્લામાં વર્ષોથી ઘટતો આવ્યો છે. ભૂતકાળમાં જુના ભરૂચના ચકલા વિસ્તારના 4 મિત્રો ધુળેટી પર્વે કબીર વડ ન્હાવા ગયા હતા. જ્યાં નદીમાં બોલ રમતા એક મિત્ર ડૂબતા તેને બચાવવા જતા એક બાદ એક 4 મિત્રો ડૂબી ગયા હતા.

સૌથી મોટી ઘટના ઝઘડિયા તાલુકાના ઉછેડીયા ગામે ધુળેટી એ બની હતી. જ્યાં વર્ષો પહેલા એક ફાયનાન્સ કંપનીના 6 કર્મચારીઓ-મિત્રો નદીમાં ઉજવણી કરવા જતાં મોત ને ભેટ્યા હતા. નદીમાં ન્હાવા પડી એકલ ડોકલ મોત ને ભેટ્યા હોવાના કેટલાય કિસ્સાઓ બન્યા છે. સોમવારે જ ધુળેટી ના દિવસે ઝઘડિયામાં એક યુવાનનું નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. હજી આ ઘટનાને 24 કલાકનો સમય વીત્યો નથી ત્યાં ભરૂચના નર્મદા નદી કિનારે કોવિડ સ્મશાન પાસે નદીમાં મંગળવારે ન્હાવા પડેલા અંકલેશ્વર તાલુકાના કાસીયા ગામના 3 યુવાનો પૈકી 2 ડૂબવા લાગ્યા હતા.

એક યુવાન તો સદનશીબે ડૂબી જતાં બચી ગયો હતો જ્યારે 2 યુવાનો કલ્પેશ કિશન વસાવા ઉ.વ.20 અને સુરેશ અરવિંદ વસાવા ઉ.વ. 22 પાણીમાં ગરક થઈ જતા દેકારો મચી ગયો હતો. તંત્રને ઘટનાની જાણ કરતા સ્થાનિક તરવૈયા અને રેસ્ક્યુ ટીમો દોડી આવી બન્ને યુવાનોની નદીમાં શોધખોળ આરંભી હતી. જેમાં કલ્પેશનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે હજી સુરેશ લાપતા છે અને તેની શોધખોળ ચાલી રહી છે. યુવાનો ડૂબ્યા હોવાની માહિતી કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ આપતા તંત્ર અને પોલીસ દોડતી થઈ હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud