• બોગસ બિલિંગમાં ભાવનગર અને સંલગ્ન મિશન અન્વયે અત્યાર સુધી કૂલ 7 આરોપીઓની અટકાયત
  • બોગસ બિલીંગમાં સંડોવાયેલ ભાવનગરના આરોપી રોહિતભાઈ બાબુભાઈ ડાભીની ધરપકડ
  • કૂલ રૂ.64.64 કરોડના બિલો ઈસ્યુ કરી રૂ, 11.63 કરોડની વેરાશાખ પાસઓન કરી
Representative image - GST
Representative image – GST

WatchGujarat. રાજ્યભરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગ થકી થતી કરચોરીના કેસો શોધી કાઢી આ મામલે કાયવાહી કરવાની ઘનિષ્ઠ ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત ભાવનગર અને સંલગ્ન મિશન અન્વયે અત્યાર સુધી કૂલ 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોગસ બિલીંગના કેસોની મોડસ ઓપરેન્ડી મુજબ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને નાણાકીય પ્રલોભન આપી તેમના નામે પેઢીઓ ઉભી કરવામાં આવે છે. જેનું રજીસ્ટ્રેશન મેળવી આ પેઢીઓ બોગસ બિલીંગના ઓપરેટર દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. જેના દ્વારા સરકાર ને મોટી રકમનું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવે છે.

જે અન્વયે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ગત 7 જુલાઈના રોજથી બોગસ બિલિંગમાં સંકળાયેલી કંપનીઓ, પેઢીઓ, બોગસ બિલીંગ ઓપરેટર્સ તથા તેમના સંલગ્ન અન્ય ઈસમોના ધંધાના તથા રહેઠાણના વિવિધ સ્થળોએ તબક્કાવાર રાજ્ય વ્યાપી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી અંતર્ગત તાજેતરમાં 12 જુલાઈના રોજ ભાવનગર ખાતે આવેલી 9 પેઢીઓના સ્થળે તપાસની કાર્યવાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અગાઉ ભાવનગરના 4 ઈસમોની જીએસટી વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત એક પેઢી દ્વારા કૂલ રૂ.64.64 કરોડના બિલો ઈસ્યુ કરી રૂ, 11.63 કરોડની વેરાશાખ પાસઓન કર્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યુ હતુ. જે બાદ આ મામલે એકની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ 19 જુલાઈના રોજ રોહિતભાઈ બાબુભાઈ ડાભીની બોગસ બિલિંગના ગુનામાં સક્રિય સંડોવણી જણાઈ આવતા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી રોહિતભાઈ બાબુભાઈ ડાભીને આજે 20 જુલાઈના રોજ નામદાર એડીશનલ ચીફ મટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જીએસટી વિભાગ દ્વારા કોર્ટ સમક્ષ કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની માંગણી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud