• નિવૃત્ત DYSP નરેન્દ્રસિંહ જાડેજાના પુત્રએ બે પુત્રી, પત્ની અને પાળતુ શ્વાને ગોળી પોતે પણ આપઘાત કરી લીધો
  • પૃથ્વીરાસજિંસહે ગોળીઓ ચલાવી તે રિવોલ્વરનુ લાયસન્સ પોતાના નામનુ હતુ.
  • જાડેજા પરિવાર મૂળ જામનગર જીલ્લાના કાલમેઘડા ગામનો છે
  • નરેન્દ્રસિંહનું પોસ્ટિંગ છેલ્લે કચ્છમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભાવનગર. બુધવારે સાંજે પાંચ વાગ્યા આસપાસ પૃથ્વીરાજસિંહ પોતાના મિત્રોને મેસેજ દ્વારા જાણ કરી હતી કે પોતે આત્મહત્યા કરી રહ્યા છે. આ જાણકારી મળતા જ તેમમના મિત્રો પૃથ્વીરાજને બચાવવા માટે તેમના ઘરે દોડી આવ્યા હતા. જોકે તે પહેલાજ ઘરમાંથી ફાયરીંગનો અવાજ સંભળાયો હતો. જોકે આ બાબતની જાણ પોલીસને કરાતા સ્થળ પર પહોંચેલા ઉચ્ચઅધિકારીઓએ તપાસ કરતા ઘરમાંથી એક પછી એક લોહીમાં લથબથ લાશો મળી હતી.

પૃથ્વીરાજસિંહ જાડેજા માં એન્ટરપ્રાઇઝ નામે જમીન મકાનની દલાલીનું કામ કરતા હતા. સૂત્રોમાંથી મળતી જાણકારી અનુસાર જેમાંથી ગોળીઓ ચલાવાઇ તે રિવોલ્વરનું લાયસન્સ પણ પૃથ્વીરાજસિંહનાં નામ પર જ હતું. ઘટનાસ્થળે તેમનો પાલતું શ્વાન પણ ગોળી મારેલી હાલતમાં મળી આવતા પોતાના પરિવાર તથા પાલતું શ્વાનને ગોળી માર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા છે. પિતા નરેન્દ્રસિંહ આજે ગામડે ગયા હતા ત્યારે ઘટના બની હતી. તેમની મોટી પુત્રી પણ શુટિંગમાં ચેમ્પિયન હોવાનું જાણવા મળ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud