• વિઠ્ઠલવાડી વિસ્તારમાં એસટી બસની ઠોકરે એક આધેડનું મોત થયું
  • ભાવનગર-ગારિયાધાર રૂટની બસ અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો
  • મૃતકનાં પર્સમાંથી મળી આવેલ આધાર કાર્ડથી તેમનું નામ મેર લીંબાભાઈ હોવાનું અને તેઓ ભાલનાં રતનપર ગામનાં હોવાનું સામે આવ્યું

 

ભાવનગર : સલામત સવારી ગણાતી એસટી બસ હવે સતત અસલામત બની ગઈ છે. અને વારંવાર એસટીનાં અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે શહેરનાં વિઠ્ઠલવાડી વિસ્તારમાં એસટી બસની ઠોકરે એક આધેડનું મોત થયાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અઠવાડિયામાં જ એસટીની ઠોકરે અકસ્માતમાં મૃત્યુની આ બીજી ઘટના છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ વિઠ્ઠલવાડી નજીક ભાવનગર-ગારિયાધાર રૂટની બસ અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસની ટક્કર વાગતા બાઈક સવાર આધેડ મેર લીંબાભાઈ ત્યાં જ ઢળી પડ્યા હતા. જો કે રાહદારીઓએ એકઠા થઈ તેમને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું છે.

બનાવની જાણ થતા જ ભાવનગર શહેર પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતકની ઓળખ વિધિ શરૂ કરી છે. જેમાં મૃતકનાં પર્સમાંથી મળી આવેલ આધાર કાર્ડથી તેમનું નામ મેર લીંબાભાઈ હોવાનું અને તેઓ ભાલનાં રતનપર ગામનાં હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે તેમના સંબંધીઓને જાણ કરવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud