• કોરોનાની બીજી ઘાતક વેવમાં હોસ્પિટલો ફુલ થઇ જતા શહેરમાં સભાગૃહો અને હોસ્ટેલમાં કોવિડ કેર શરૂ કરવા પડ્યા હતા
  • હાલ સરકાર અને તબિબોના અથાગ પ્રયાસોથી કોરોના પર નિયંત્રણ લવાયું છે
  • ગોરવા વિસ્તારમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન બર્થડેની ઉજવણી કરી નિયમોનો ઉલાળીયો કર્યાનો વિડીયો વાયરલ થયો
  • રાત્રી કર્ફ્યુની અમલવારી કરતી પોલીસને પડકાર ફેંકતા તત્વો સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું

Watchgujarat. કોરોના પર નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુ સહિતના નિયમો લાદી દીધા છે. રાત્રી કર્ફ્યુનું અમલીકરણ પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગોરવા વિસ્તારમાં રાત્રી કર્ફ્યુની ચિંતા છોડીને યુવકોએ બર્થ ડેની ઉજવણી કરી હોવાનો વિડીયો સોશિયસ મીડિયામાં વાયરલ થયો હતો.

રાજ્યમાં કોરોનાની બીજી વેવ ઘાતક નિવડી હતી. હોસ્પિટલો ફુલ થઇ જતા શહેરમાં સભાગૃહો અને હોસ્ટેલમાં કોવિડ કેર શરૂ કરવું પડે તેવી સ્થિતી હતી. સરકાર અને તબિબોના સતત પ્રયાસોને કારણે કોરોના પર કાબુ મેળવાયો હોવાનું જોવા મળી રહ્યું છે. તેની સાથે હવે લોકો પણ બેદરકાર બની રહ્યા છે. તાજેતરમાં માહી રીસોર્ટમાં નાહવા માટે એકત્ર થવું, શહેરના ડી કેબીન પાસે લગ્ન પ્રસંગ નિમિત્તે ડીજે પાર્ટીનું આયોજન જેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. હવે રાત્રી કર્ફ્યુમાં બર્થ ડે ઉજવવાનો કિસ્સો સામે આવ્યો છે. જેને લઇને પોલીસની રાત્રી કર્ફ્યુની અમલવારી સામે સવાલો ઉઠ્યા છે.

ગોરવા વિસ્તારમાં રાત્રીએ ટોળુ એકત્ર થયું હતું. અને રાત્રી કર્ફ્યુમાં એકત્ર થઇને કેક કાપી બર્થડેની ઉજવણી કરવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેની બર્થ ડે હતી તેના નામના શબ્દોની અલગ અલગ કેક એક જગ્યાએ મુકીને તેને કાપવામાં આવી હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. લોકો જાણે કોરોના જેવું કંઇ છે જ નહિ તેમ માનીને બેફિકરાઇનું પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ આવા તત્વો દ્વારા કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરીને કોરોનાને આડકતરી રીતે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તેમ કહેવામાં સહેજ પણ ખોટું નથી. વિડીયો વાયરલ થતા નિયમોનો ઉલાળીયો થયાનું સામે આવ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર ઘટ્યો છે. આપણે કોરોના મુક્ત થયા નથી. એક તરફ વહીવટી તંત્ર દ્વારા કોરોનાની ત્રીજી વેવના સંભવિત પાસાઓને ધ્યાને રાખીને તૈયારીઓ કરી રહી છે. અને શહેરવાસીઓ કોરોનાના નિયમોને નેવે મુકીને ઉજવણીઓ કરી રહ્યા છે. કોરોના સામેની નાની બેદરકારી પણ જીવલેણ નિવડી શકે છે.

નોંધ – watchgujarat.com વાયરલ વિડીયોની ખરાઇ કરતું નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud