• બાલભવન પાસે ઉભેલી સયાજીગંજ પોલીસના સ્ટાફ સાથે માસ્ક દંડ બાબતે નિલેશ શાહની અડધો કલાક સુધી રકઝક ચાલી
  • માસ્ક બરોબર પહેર્યું ન હોવાથી પોલીસે રોકી રૂ. 1000નો દંડ ફટકાર્યો
  • દંડની રકમથી બચવ અને સત્તાનો જોર બતાવવા મીનેશ શાહે વોર્ડ નં-16ના ભાજપના મહિલા કાઉન્સીલરને ફોન કરી પોલીસ સાથે વાત કરાવી
  • મહિલા કાઉન્સીલરે પોલીસને કહ્યું હું કહું છું છોડી દો… પણ પોલીસ મહિલા કાઉન્સીલરના તાબે ન થઇ

WatchGujarat. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભારતીય જનાત પાર્ટીનો સૂર્ય મધ્યાને તપી રહ્યો છે. ત્યારે ભાજપી નેતાઓ અને તેમના ઓળખીતાઓ જાણે નિયમ અને કાયદાને ઘોળીને પી ગયા હોયા તેવો ઘાટ કોરોના કાળમાં અનેક વખત જોવા મળ્યો છે. સત્તાનો દુરઉપ્યોગ કરી ભાજપી નેતાઓ અને તેમના સર્મથકો પોલીસ સાથે અવાર નવાર રકઝક કરતા જોવા મળે છે. સત્તા આગળ શાણપણ સારી નહીં તેવી એક કહેવત છે, પણ સત્તાનો દુરઉપ્યોગ થાય ત્યારે પોલીસે શું કરવુ તે ખુબ સારી રીતે જાણે છે.

કોરોનાને ફેલાતો અટકાવવા માટે સરકારે માસ્ક પહેરવુ ફરજીયાત કર્યું છે. જો માસ્ક નહીં પહેર્યું તે વ્યક્તિ પાસેતી રૂ. 1000ના દંડની પણ સરકારે જાહેરાત કરી છે. આવા સમયે જે રાજ્યમાં ભાજપની સરાકર હોય અને તેના જ કાયદાનુ પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકરો અને કાઉન્સીલરોના સબંધી પાલન ન કરે તે કંઇ રીતે ચાલે ? હવે તો પ્રજા પણ બુમો પાડી રહીં છે કે કાયદો માત્ર સામાન્ય લોકો માટે છે ભાજપના નેતાઓ માટે નથી. ત્યારે આ વાતને ખોટી સાબીત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સોમવારે સવારના સમયે સયાજીગંજ પોલીસનો સ્ટાફ કારેલીબાગ સ્થિત બાલભવન ખાતે ફરજ પર તૈનાત હતો. તેવામાં  કારમાં માસ્ક વગર નિકળેલા શખ્સને પોલીસે અટકાવી રૂ. 1000નો દંડ ફટકાર્યો હતો. પોલીસ જાણતી ન હતી કે, આ આ શખ્સ ભાજપના વોર્ડ નં 16ના મહિલા કાઉન્સીલર સ્નેહલબેન પટેલનો ઓળખીતો છે. જેથી આ શખ્સે મહિલા કાઉન્સીલરને ફોન કરી કહ્યું ભાભી લો આ પોલીસ સાથે વાત કરો, જેથી મહિલા કાઉન્સીલરે સત્તાનો દુર ઉપયોગ કરી પોલીસ કર્મીને ફોન પર કહ્યું હું કહું છોડી દો…

આ સમયે પોલીસે માસ્ક વિના નિકળેલા સામાન્ય નાગરિકોને પણ પકડી દંડ ઉટકાર્યો હતો. આવી પરિસ્થિતિ વચ્ચે જો પોલીસે ભાજપના મહિલા કાઉન્સીલરના કહેવા પર માસ્ક વિના પકડાયેલા શખ્સને છોડી મૂકી તે યોગ્ય ન હતુ. જેથી પોલીસે મહિલા કાઉન્સીલરના કહેવા પર આ શખ્સને છોડવાને બદલે રૂ. 1000નો દંડ વસુલ્યા બાદ જ જવા દીધો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

સ્થળ પર હાજર સૂત્રોનો કહેવુ છે કે, જે શખ્સને પોલીસે માસ્કનો દંડ ફટકાર્યો હતો. તે શખ્સે પોલીસ સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. ત્યારબાદ પોલીસ કર્મીઓ સાથે અડધો કલાક સુધી રકઝક પણ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud