• ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવા સિનિયર નિવૃત જજના વડપણમાં બનાવેલી સમિતિની તપાસમાં વિલંબથી નારાજગી
  • RBC સમાજના લોકોના ખોટા આદિવાસી પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરી કેન્દ્રમાં અહેવાલ મોકલવા ભરૂચના સાંસદની માંગ

WatchGujarat. ગુજરાતમાં રબારી, ભરવાડ અને ચારણ RBC સમાજના લોકોએ બનાવેલા ખોટા આદિવાસી પ્રમાણપત્રો અંગે રાજ્ય સરકારે નિવૃત જજના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ બનાવ્યા બાદ ચાલતી ખૂબ જ વિલંબિત કામગીરી અંગે BJP ના ભરૂચના આદિવાસી સાંસદ મનસુખ વસાવાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. તપાસ ઝડપી બનાવી તાત્કાલિક ખોટા આદિવાસી પ્રમાણ પત્રો રદ કરવા CM ને પત્ર પાઠવ્યો છે.

ભરૂચ લોકસભા મત વિસ્તારના BJP ના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ ખોટા આદિવાસી પ્રમાણપત્રોની રાજ્યમાં ચકાસણી અને રદ કરવાની ચાલતી તપાસ અંગે મુખ્યમંત્રી CM વિજય રૂપાણીને પત્ર પાઠવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, સરકારે વિધાનસભામાં આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બાબતે બિલ લાવી કાયદો બનાવ્યો છે.

BJP MP Mansukh Vasava Wrote letter to Chief Minister Vijay Rupani
Gujarat, BJP MP Mansukh Vasava Wrote letter to Chief Minister Vijay Rupani

આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બિન આદિવાસી સમાજના લોકોએ લીધા છે , જે ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે એક સિનિયર નિવૃત જજના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે. આ સમિતિએ સાચા ખોટા પ્રમાણપત્રો ચકાસણી માટેનો આરંભ પણ કર્યો છે , પરંતુ તપાસમાં ખુબ જ વિલંબ થઈ રહ્યો છે.

આદિવાસી સમાજના વિવિધ સંગઠનોનું માનવું છું કે આ તપાસ ઝડપથી થાય અને જેને ખોટા પ્રમાણપત્રો મેળવ્યા છે , તેવા RBC રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકોના પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. સાથે જ આ બાબતનો અહેવાલ તાત્કાલિક ધોરણે ભારત સરકારમાં મોકલવામાં આવે તે માટે મારી તથા ગુજરાતના સમગ્ર આદિવાસી સમાજના લોકોની લાગણી અને માંગણી છે. સાંસદે આ અંગે રાજ્ય આદિજાતિ વિકાસ વિકાસ કલ્યાણ મંત્રી ગણપત વસાવાનું પણ ધ્યાન દોર્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud