WatchGujarat. ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ઉકળતા ચરૂ જેવી સ્થિતી સર્જાઇ હતી. અને અનેક શહેરોમાં પાર્ટી કાર્યાલય પર હલ્લો બોલાવ્યો હતો. તેની અસર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પડશે તેવું મનાઇ રહ્યું હતું. તેવા સમયે ભાજપા પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલે ટ્વીટ કરી જેમને ટિકિટ નથી આપી શકાઇ એ તમામ કાર્યકર્તાઓની હૃદયપૂર્વક માફી માંગી હતી. પ્રમુખની લાગણીસભર ટ્વીટને કારણે રોષે ભરાયેલા કાર્યકર્તાઓને સાંત્વના આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટી છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં સત્તામાં છે. ચાલુ વર્ષે ભારતીય જનતા પાર્ટીમાંથી ટીકીટ મેળવવા માટે અનેક લોકોએ પ્રબળ દાવેદારી કરી હતી. પરંતુ પાર્લામેન્ટ્રી બોર્ડની મિટીંગ બાદ જાહેર કરવામાં આવેલા નામોને પગલે અનેક શહેરોમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતીનું સર્જન થયું હતું. તેવા સમયે રોષે ભરાયેલા કાર્યકર્તાઓને સાંત્વના આપવા માટે ભાજપા પ્રદેશ પ્રમુખ દ્વારા લાગણીસભર ટ્વીટ કર્યું હતું.
ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે,
https://twitter.com/CRPaatil/status/1359416631991160833?s=20