• 7 જાન્યુ.એ 5 મહામંત્રી, 7 ઉપપ્રમુખ અને 8 મંત્રી સહિત 22 સભ્યની ટીમ પાટીલે જાહેર કરી હતી
  • નવી ટીમમાં મંગુ પટેલ, ભરતસિંહ પરમાર, શંભુ પ્રસાદ ટુંડિયાને પડતા મૂકવામાં આવ્યા

WatchGujarat રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપની 13 સભ્યની પાર્લમેન્ટરી બોર્ડની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપના પ્રદેશ-પ્રમુખ સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ-પ્રમુખ જિતુ વાઘાણીની આ નવી ટીમમાંથી બાદબાકી કરવામાં આવી છે.

નિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપની 13 સભ્યની પાર્લમેન્ટરી બોર્ડની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મંગુ પટેલ, ભરતસિંહ પરમાર, શંભુ પ્રસાદ ટુંડિયાને પડતા મૂકવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, આર,સી, ફળદુનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત 7 જાન્યુઆરીના ઓરજ 5 મહામંત્રી, 7 ઉપપ્રમુખ અને 8 મંત્રી સહિત 22 સભ્યની ટીમ સીઆર પાટીલે જાહેર કરી હતી.

આ પહેલાં 7 જાન્યુઆરીએ પાટીલે જાહેર કરેલી નવી ટીમમાં પાંચ મહામંત્રી, સાત પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યારે 8 પ્રદેશમંત્રી તથા એક ખજાનચી અને એક સહખજાનચીની નિમણૂૂક કરાઇ હતી. આ સંગઠનમાં છ મહિલા નેતાઓને તક મળી છે. આ સંગઠન માળખામાં ભીખુભાઇ દલસાણિયા, ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલને મહામંત્રી બનાવાયા છે. તો ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તથા મંત્રીપદે ઝવેરી ઠકરાર અને પંકજ ચૌધરીને મંત્રીપદે રાખવામાં આવ્યા હતા. જયારે ભાજપના પૂર્વ પ્રદેશ-પ્રમુખ જિતુ વાઘાણીની આ નવી ટીમમાંથી બાદબાકી કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud