• ₹811 કરોડના ખર્ચે તૈયાર SOU કેવડિયા રેલવે સ્ટેશન અને નેટવર્ક દેશ સાથે રેલવેથી જોડાય જશે
 • SOU દેશનું 7350 મુ રેલ્વે સ્ટેશન બનતા સમગ્ર ભારતમાંથી ટ્રેન મારફતે લોકો આવી શકશે
 • દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ અદ્યતન કેવડિયા રેલ્વે સ્ટેશન અને રેલવે લાઇનનું 17 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-લોકાર્પણ
 • ₹20 કરોડનાં ખર્ચે નિર્મિત સ્ટેશન 24 મહિનામાં સંપન્ન
 • પ્રતાપનગર-ડભોઇ થઈ કેવડિયા ₹663 કરોડનાં ખર્ચે રેલલાઇનની કામગીરી પૂર્ણ કરવા રાતદિવસ ચાલતી કામગીરી

WatchGujarat વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU આગામી 17 જાન્યુઆરી એ દેશના વિશાલ રેલવે નેટવર્ક સાથે જોડાય જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ 24 મહિના બાદ સાકાર થવા સાથે તેઓના હસ્તે દિલ્હીમાં બેઠા બેઠા સવારે 11.20 કલાકે દેશના વિભિન્ન ભાગમાંથી કેવડિયા SOU ખાતે સાગમટે 8 ટ્રેનોને ગ્રીન સિગ્નલ આપી ઇ-પ્રસ્થાન કરાવાશે.

#Breaking : PM મોદી 17મી એ 11.20 કલાકે દેશના વિભિન્ન સ્થળોથી 8 ટ્રેનોને SOU માટે આપશે લીલીઝંડી
Breaking

કેવડિયા રેલવે સ્ટેશન SOU ને દેશ સાથે ટ્રેનથી જોડવાનો કાર્યક્રમ જારી કરી દેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-લોકાર્પણ કરાશે અને દેશ ભરમાંથી ટ્રેનો કેવડિયા SOU ખાતે 90 થી 110KM ની ઝડપે દોડતી થઈ જશે.

દેશને પહેલું રાષ્ટ્રનું ઇકો રેલવે સ્ટેશન અને SOU રેલ સેવા સમર્પિત કરવા PM મોદી 17 મી એ સવારે 11 કલાકે ઓનલાઈન આગમન કરશે. સાથે જ રેલમંત્રી પિયુષ ગોયેલ પોતાનું ઉદબોધન શરૂ કરશે. 11.04 કલાકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વક્તવ્ય આપશે. 1.08 કલાકે વિદેશમંત્રી એસ. જયશંકર SOU રેલવે લાઇનથી આવનાર સામાજિક-આર્થિક બદલાવ પર પ્રકાશ પાડશે. 11.12 કલાકે CM વિજય રૂપાણી આ ઐતિહાસિક પળે પોતાના વિચારો રજૂ કરશે. 11.17 કલાકે કેવડિયા, ડભોઇ, ચાણોદ નવા રેલવે પ્રોજેકટની શોર્ટ ફિલ્મ અને પ્રોજેક્ટનો ચિતાર રજૂ કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11.20 કલાકે ભારતના પેહલા ઇકો ગ્રીન કેવડિયા સાથે નવા ડભોઇ અને ચાણોદ રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે. PM મોદી ગ્રીન સિગ્નલ આપી નવી કેવડિયા SOU રેલવે લાઇનને રાષ્ટ્રને સમર્પિત કરી દેશના વિભિન્ન ભાગોમાંથી સાગમટે 8 ટ્રેનને SOU કેવડિયા માટે પ્રસ્થાન કરાવશે. 11.23 કલાકે વડાપ્રધાન રાષ્ટ્ર જોગ ઉદબોધન કરશે. #Breaking

સ્ટેચ્યુ ઓફ યુનિટી ને રેલ્વે સાથે સાંકળી લેવા ₹ 811 કરોડ નાં ખર્ચે ગેજ પરિવર્તન ડિસેમ્બર 2018 માં હાથ ધરાયુ હતું. જે કામગીરી માર્ચ 2020 સુધીમાં પુર્ણ કરવાની ધારણા હતી. જોકે કોવિડ19 ના કારણે હવે 16 જાન્યુઆરી સુધી આ પ્રોજેકટ પૂર્ણ કરવા રાતદિવસ કામગીરી ચાલી રહી છે. જ્યારે કેવડિયા ગ્રીન બિલ્ડીંગ દેશનું પ્રથમ રેલ્વે સ્ટેશન પણ ₹20 કરોડના ખર્ચે સાકાર કરવા યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણતા તરફ આગળ વધારાઈ રહી છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદનાં હસ્તે 15 ડિસેમ્બર 2018 ના રોજ કેવડિયામાં નિર્માણ પામનાર રેલ્વે સ્ટેશનનું ભૂમિપૂજન બાદ ઇ-શિલાન્યાસ સભા સ્થળે થી કરાયો હતો. કેવડિયા દેશના રેલ્વે નેટવર્ક સાથે કનેક્ટ થઈ ગયા બાદ ગુજરાત નાં વિકાસ ને નવી ગતિ મળશે. સાથે જ કેવડિયા ભારતીય રેલ્વેનું 7350 મુ સ્ટેશન બની જવા સાથે દેશભરના લોકો ટ્રેન મારફતે વિશ્વ ની વિરાટ પ્રતિમા નિહાળવા આવી શકશે.

₹20 કરોડના ખર્ચે બનનાર કેવડિયા રેલ્વે સ્ટેશન ભવન નિર્માણ પુર્ણ કરવાનો લક્ષ્યાંક 4 સપ્ટેમ્બર 2019 રાખવામા આવ્યો હતો. જોકે કોવિડ-19 મહામારીના કારણે પ્રોજેકટ વિલંબિત થયો છે. જ્યારે પ્રતાપનગર ડભોઇ, ચાંદોદ થઈ કેવડિયા સુધી રેલ્વે લાઇન અને ગેજ પરિવર્તનની કામગીરી માર્ચ 2020 સુધી માં પર્ણ કરવા પ્રતિબદ્ધતા બતાવાય હતી. પ્રોજેક્ટ પાછળ નો કુલ ખર્ચ રૂપિયા 663.29 અંદાજવામાં આવ્યો હતો. જે કુલ ખર્ચ વધીને ₹811 કરોડ પર પોહચી ગયો છે.

PM ના હસ્તે ગ્રીન સિગ્નલ આપતા, SOU ની સફર પર નિકળનાર 8 ટ્રેનો

 • વારાણસી-કેવડિયા એક્સપ્રેસ
 • દાદર- કેવડિયા એક્સપ્રેસ
 • અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી
 • હજરત નિઝામુદ્દીન-કેવડિયા એક્સપ્રેસ
 • રેવા- કેવડિયા એક્સપ્રેસ
 • ચેન્નાઇ-કેવડિયા એક્સપ્રેસ
 • પ્રતાપનગર-કેવડિયા મેમુ
 • કેવડિયા-પ્રતાપનગર મેમુ

કેવડિયા રેલ્વે પ્રોજેક્ટ પર એક નજર

 • 49.75 કિમી કુલ લંબાઈ
 • ₹663.29 કરોડ અંદાજિત ખર્ચ
 • 56 નાના પુલ
 • 9 મોટા પુલ
 • 30 અંડર-ઓવરબ્રિજ
 • 15 મહિનામાં પ્રોજેક્ટ પુર્ણ કરવાનો લક્ષ્યાંક હતો

કેવડિયા ઇકો ફ્રેન્ડલી રેલ્વે સ્ટેશનના આકર્ષણો

 • દેશનો પહેલો ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ(સ્ટેશન)
 • 200 કિલોવોટ સોલર પેનલથી વીજ ઉત્પાદન કરાશે
 • વરસાદી પાણી સહિત ની ઘણી જળ વ્યવસ્થાપન સુવિધાઓથી સજ્જ
 • 3 માળ ની બિલ્ડીંગ
 • રેમ્પ, લિફ્ટ, એકસલેટની સુવિધા
 • જનરલ, એ.સી., વી.વી.આઈ.પી., વેઇટિંગ રૂમ
 • એક્ઝિક્યુટિવ લૉનઝ સહિત આધુનિક દરેક સગવડો
 • ₹20 કરોડનો ખર્ચ 9 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો સમય હતો
More #Breaking #PM modi #8 trains #for SOU #Kevadia #Vadodara news
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud