• પો. કમિશ્નર ડો. શમશેર સિંગએ “ક્લીન વડોદરા નશા મુક્ત વડોદરા” અભિયાન શરૂ કર્યું
  • અગાઉ વાસણા રોડ પરથી એસઓજી પોલીસે દરોડો પાડી બે એન્જીનીયર ભાઈ સહિત ત્રણ લોકો પાસેથી 1 કિલો 815 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો
  • SOG પોલીસે ઓરિસ્સાના ગાંજાના સપ્લાયર સહિત બે લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી

WatchGujarat વડોદરામાં પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ “ક્લીન વડોદરા નશા મુક્ત વડોદરા”ની મુહિમ હાથ ધરવામાં આવી છે. જેના પરિણામે અગાઉ એસઓજી પોલીસ દ્વારા શહેરના વાસણા રોડ વિસ્તારમાંથી ગાંજાનું વેચાણ કરતા બે એન્જીનીયર ભાઇ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ એસઓજીની ટીમે સઘંન વોચ રાખતા વડોદરા સેન્ટ્રલ બસ ડેપોની બહારથી રૂ, 83,230ની મતાના 8.273 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાના કેરિયરને ઝડપી પાડ્યો છે.

વડોદરા પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંગ દ્વારા શહેરની યુવાઘનને ડ્રગ્સની લતમાંથી મુક્ત કરી વડોદરા શહેરને સ્વચ્છ અને તંદુરસ્તત યુવાધન અર્પણ કરવાના દ્રઢ સંકલ્પને સાકાર કરવાના અભિગમ હેઠળ “ક્લીન વડોદરા નશા મુક્ત વડોદરા”ની મુહિમ હાથ ધરવામાં આવી છે. આ મુહિમ અંતર્ગત થોડા દિવસ અગાઉ એસઓજી પોલીસે મેગા ઓપરેશન હાથ ધરી શહેરના વાસણા રોડ વિસ્તારમાંથી ગાંજાનું વેચાણ કરતા બે એન્જીનીયર ભાઇ સહિત ત્રણ લોકોની 18,150ની કિંમતનો 1 કિલો 815 ગ્રામ ગાંજા સહીત રૂ. 49,250ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

દરમિયાન આજ રોજ એસઓજી પોલીસને ફરી એક મહત્વની સફળતા મળી છે. જેમાં બાતમીના આધારે વડોદરા સેન્ટ્રલ બસ ડેપો બહારથી ઓરિસ્સાથી ગાંજો લાવી વડોદરામાં વેચાણ માટે આવેલા 42 વર્ષીય તુકુના અરસુલુ શાહુ(રહે, બંધાગુડા, ઓરિસ્સા)ની અટકાયત કરી હતી. પોલીસે તુકુનાની અટકાયત બાદ અંગઝડતી કરતા તેની પાસેથી કાળા થેલામાંથી 83,230ની કિંમતનો 8 કિલો 273 ગ્રામ માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. જેથી એસઓજી પોલીસે તુકુના અરસુલુ શાહુની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.

પુછપરછ દરમિયાન તુકુના અરસુલુ શાહુએ જણાવ્યું હતું કે, મિત્ર માધવ ગોંડે સાથે મળી ઓરિસ્સાના ગાંજા સપ્લાયર સુભાષ માંઝી પાસેથી ગાંજો ખરીદી કરી રેલવે મારફતે વેચાણ માટે વડોદરા આવ્યા હતા. તે દરમિયાન એસઓજી પોલીસે એસટી બસ ડેપો પાસેથી તુકુના અરસુલુ શાહુને પકડી પાડ્યો હતો. જેથી એસઓજી પોલીસે મિત્ર માધવ ગોંડે (રહે, શરેગોડ) અને ગાંજો સપ્લાયર સુભાષ માંઝી (રહે,બાલિશાહી ગાંવ, ઓરિસ્સા)ને વોન્ટેડ જાહેર કરી ગાંજાના નટવર્ક અંગેની તલસ્પર્શી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આ ગાંજો કોને આપવાનો હતો તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud