• 9 મીટર કરતા ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓને હવે ફાયર NOC લેવાનું રહેશે નહિ
  • શાળા તરફથી પણ પૂરતી તકેદારી રાખવામાં આવશે. ફાયર સેફટીના સાધનો વસાવવાએ દરેક શાળાની નૈતિક જવાબદારી છે – ડી. વી. મહેતા
  • શૈક્ષણિક સંસ્થાઓએ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફ્ટીની વ્યવસ્થાઓ સુનિશ્વિત કરી સ્વપ્રમાણિત-રીતે ફાયર NOC જાતે મેળવી શકશે

Watchgujarat. ફાયર NOCને લઈને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 9 મીટર કરતા ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓને હવે ફાયર NOC લેવાનું રહેશે નહિ. પરંતુ આવી શૈક્ષણિક સંસ્થાઓ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરીને સેલ્ફ એટેસ્ટેડ સ્વપ્રમાણિત-રીતે ફાયર NOC જાતે મેળવી શકશે. રાજ્ય સરકારના આ નિર્ણયને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આવકર્યો છે. સાથે સાથે ફાયર સેફટીનાં સાધનો વસાવવા ફરજીયાત હોવાનું મંડળનાં પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું છે.

ડી. વી. મહેતાનાં જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારનાં આ નિર્ણયનો અમે સ્વીકાર કરીએ છે. શાળા તરફથી પણ પૂરતી તકેદારી રાખવામાં આવશે. ફાયર સેફટીના સાધનો વસાવવાએ દરેક શાળાની નૈતિક જવાબદારી છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતી જળવાઈ રહે એ શાળાની નૈતિક અને કાયદેસરની ફરજ છે. આ શાળાઓને ફાયરના NOC માંથી મુક્તિ છે. પરંતુ તેનો મતલબ એ નથી કે એ લોકો એ ફાયરના સાધનોની તકેદારી રાખવાની નથી. પરંતુ શાળાઓએ ફાયર સેફ્ટીના સાધનો ફરજિયાત રીતે રાખવાના છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એ સુનિશ્ચિત કરે છે કે શહેરની તમામે તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવે અને તેમને NOCમળે એ માટે કટિબદ્ધ બને. આ માટે અમે છેલ્લા છ મહિનાથી મહેનત કરી રહ્યા છીએ. અને ફાયરનાં ઓફિસર સાથે ત્રણથી ચાર જેટલી મિટિંગ્સ પણ કરી છે. બે દિવસ પહેલા 135 શાળાઓના એફિડેવિટ ફાયર ઓફિસરને સુપ્રત કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શાળાઓમાં અનેક વાર ફાયર સેફટીના અભાવે અગ્નિકાંડ સર્જાતા રહે છે ત્યારે આજે CM વિજય રૂપાણીએ નિર્ણય જાહેર કર્યો કે, 9 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર NOC લેવાનું રહેશે નહિ. પરંતુ શૈક્ષણિક સંસ્થાઓએ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફ્ટીની વ્યવસ્થાઓ સુનિશ્વિત કરી સ્વપ્રમાણિત-રીતે ફાયર NOC જાતે મેળવી શકશે. શાળાઓએ સ્વપ્રમાણિત- સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC કર્યાની જાણ સંબંધિત નગર, શહેર કે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીને કરવાની રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud