• કોરોનાની પ્રથમ અને દ્વિતિય વેવમાં સુરત શહેરમાં ભારે કફોડી સ્થિતી સર્જાઇ હતી
  • તબિબો અને સરકારના સંયુક્ત પ્રયાસોથી હવે રાજ્યભરમાં કોરોના પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી
  • સુરતમાં સ્થિતી એ હદે નિયંત્રણમાં છે કે, હળવાશની પળોમાં કોવિડ કેર સેન્ટરના સ્ટાફ વચ્ચે મેચ જામી
  • દોઢ મહિનાથી જે અમારા સ્ટાફ અને ડોક્ટરો ઉપર જે ભાર હતું તે ઓછું થયું છે ડોક્ટરો અને સ્ટાફ ફ્રી સમયમાં isolation સેન્ટરની બહાર ક્રિકેટ રમે છે – વ્રજેશ ઉનડકટ, કોર્પોરેટર

રૂપેશ સોનવણે. સુરતમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી. સતત વધી રહેલા કોરોના સંક્રમણને લીધે શહેરની સરકારી હોસ્પિટલો ફૂલ થઇ ગઇ હતી. અને બાદમાં રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના ની સારવાર કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ કેસોની સંખ્યામાં સતત વધારો થતાં તેની સામે ડોક્ટરોની સંખ્યા ઓછા પડવા લાગી હતી. હોસ્પિટલોમાં અને કોવિડ સેન્ટરોમાં ડોક્ટરો રાત દિવસ દર્દીઓની સારવાર કરવા માટે મેહનત કરી રહ્યા હતા. દર્દીઓની સંખ્યા એ હદ સુધી વધી ગઇ હતી કે, ડોક્ટરો પાસે જમવા માટે પણ સમય ન હતો. પરંતુ આજે દોઢ મહિના બાદ જે તસવીર સામે આવી છે, તે ખુબ જ રાહત આપનારી છે. સુરતમાં આવેલા અટલ સંવેદના કોવિડ સેન્ટરની બહાર ડોક્ટરો અને હોસ્પિટલનો સ્ટાફ ક્રિકેટ રમતા નજરે પડ્યા હતા.

વર્ષ 2020માં સુરતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. અને ત્યારબાદ સુરતમાં કોરોનાનો કહેર વાર્તાયો હતો. પ્રથમ અને બીજી લહેરમાં તો સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવતા હતા. એક તબક્કો એવો પણ હતો કે, સુરતમાં બેડ અને ઓક્સિજની અછત સર્જાઈ હતી. આ દરમિયાન સુરતમાં કોરોના સંક્રમિત થયેલા દર્દીઓ અને હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને આઇસોલેટ થવા માટેની સુવિધાઓ પણ ન હતી. આ દરમિયાન મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ સુરત મહાનગર પાલિકાના સહયોગથી અલથાણ સ્થિત આવેલા કોમ્યુનિટી હોલમાં અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું હતું. અહીં 200 બેડની સુવિધા શરૂ કરવામાં આવી હતી.

હવે મેડિકલ સ્ટાફ ક્રિકેટ રમીને હળવાશની પણ માણે છે

ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી હતી. પરંતુ હવે સુરતમાં કોરોના ધીમે ધીમે કંટ્રોલમાં આવી રહ્યો છે. સુરતમાં એક સમયે નોંધાતા 2 હજાર કેસ ઘટીને હવે રોજના 200 જેટલા કેસો સામે આવે છે. સુરતમાં કેસો ઘટતા હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો પરથી કામનું ભારણ પણ ઓછું થયું છે. જેથી હવે અટલ સંવેદના કોવિડ કેરનો મેડિકલ સ્ટાફ હવે ક્રિકેટ રમીને હળવાશની પણો માણી રહ્યો છે. આ તસવીરને ધારાસભ્ય હર્ષ સંઘવીએ પણ ટ્વીટર પર શેર કરી છે. જેમાં તેઓએ લખ્યું છે કે, સુરતમાં કોરોનાના કેસો ઘટતા મેડિકલ સ્ટાફ હવે ક્રિકેટ રમીને હળવાશની પળો માણી રહ્યા છે.

આ બાબતે કોવિડ સેન્ટરનું સંચાલન કરતાં સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે watchgujarat.com સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, શરૂઆતમાં તો અમારા સ્ટાફ અને ડોક્ટરો ને જમવા માટે પણ સમય ન હતો. સતત દર્દીઓ આવી રહ્યા હતા. અને આમારા ડોક્ટરો અને સ્ટાફ દર્દીઓની રાત દિવસ સેવા કરી રહ્યા હતા. પરંતુ હવે અમારા અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં ફક્ત 8 દર્દીઓ છે. અને તેઓ પણ આજકાલમાં ડિસ્ચાર્જ થઈ જશે. તેવામાં ગયા દોઢ મહિનાથી જે અમારા સ્ટાફ અને ડોક્ટરો ઉપર જે ભાર હતું તે ઓછું થયું છે. ડોક્ટરો અને સ્ટાફ ફ્રી સમયમાં આઇસોલેશન સેન્ટરની બહાર ક્રિકેટ રમે છે અને પોતાને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે અલગ-અલગ ગેમ રમતા હોય છે.

વધુમાં વ્રજેશ ઉનડકટે જણાવ્યું કે, 2020માં અહીંથી કુલ 1500 જેટલા દર્દીઓને સ્વસ્થ કરવામાં આવ્યા હતા. અને તેઓને સ્વસ્થ કરીને ઘરે ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડી હતી. એક તબક્કો એવો પણ હતો કે, સરકારી હોસ્પિટલ સિવિલ અને સ્મિમેરમાં બેડ ઓછા પડવા લાગ્યા હતા અને ઓક્સિજનની અછત પણ વર્તાઈ હતી. એટલું જ નહીં સુરતમાં દરરોજના 2 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. ત્યારે 2021માં ફરી અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. સુરતમાં બીજી લહેર ઘાતક નિવડતા માત્ર 48 કલાકમાં જ અહીં કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું હતું. અને વર્ષ 2021માં અહીંથી 750 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

35 લોકોનો સ્ટાફ અને 3 એમ.ડી. ડોકટર સતત બજાવતા હતા ફરજ

અટલ સંવેદના કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. અહીં દિવસ રાત સામાજિક આગેવાનો અને મેડિકલ ટિમ સહિત 35 લોકો અને 3 એમ.ડી. ડોકટરો સતત ફરજ બજાવે છે. અહીં દર્દીઓને જમવાથી લઈને તમામ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

વિવિધ એક્ટીવી પણ કરાવાતી હતી

કોરોનામાં દર્દીઓ માનસિક રીતે સ્વસ્થ રહે તે પણ ખૂબ જ જરૂરી હતું. જેથી અહીં સામાજિક સંસ્થાઓની મદદથી વિવિધ એક્ટીવી કરાવામાં આવતી હતી. અહીં દર્દીઓ માટે લાયબ્રેરી, સંગીત, યોગા, હસ્ય પ્રોગ્રામ, જન્મદિવસની ઉજવણી સહિતના કાર્યકમો યોજાતા હતા. જેથી દર્દીઓ માનસિક તણાવથી દુર રહી શકે છે.

સુરતમાં 1.40 લાખથી વધુ કેસો નોંધાયા છે

સુરતમાં આજદિન સુધી કુલ 1,40, 525 કેસો નોંધાયા છે. જેમાં સુરત સીટીમાં 1,09,371 ડિસ્ટ્રીક્ટમાં 31,154 કેસ નોંધાયા છે. દરમિયાન સરકારી આંકડા અનુસાર આજદિન સુધી 2,065 દર્દીઓના મોત નિપજ્યા છે. તેમજ આજદિન સુધી 1,34,694 દર્દીઓ કોરોના ને હરાવીને સ્વસ્થ થયા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

મોટા ભાગના આઇસોલેટ સેન્ટર બંધ થયા

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા વિવિધ સામાજિક સંસ્થાઓ આગળ આવી હતી. અને વિવિધ વિસ્તારમાં આઇસોલેટ સેન્ટરો ઉભા કર્યા હતા. જેના કારણે દર્દીઓને સમયસર સારવાર મળી રહી હતી. આ આઇસોલેટ સેન્ટરના કારણે હોસ્પિટલમાં ભારણ ઘટ્યું હતું. હવે જ્યારે સુરતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં મોટા ભાગના આઇસોલેટ સેન્ટરો બંધ થયા છે. જેના કારણે હાલ તબીબોએ રાહતનો દમ લીધો છે. પરંતુ ત્રીજી લહેર આવવાની વાત સામે આવી રહી છે. ત્યારે લોકોને હજુ પણ ટકેદારીઓ રાખવા અપીલ કરાઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud