• કંપનીના કર્મચારીઓની વ્હારે વાગરા MLA એ આવી કલેકટરને ન્યાય માટે આપ્યું આવેદન
  • જૂન મહિનામાં 200 જેટલા અધિકારી કક્ષા અને 400 જેટલા કામદારોની અંજાર સહિતના અન્ય પ્લાન્ટમાં બદલીઓ કરી દેવાઈ હતી

WatchGujarat. વાગરા તાલુકાના દહેજની ઔદ્યોગિક વસાહતમાં આવેલી વેલ્સપન કંપની દ્વારા પ્લાન્ટ બંધ કરી 600 કામદારોની જૂન મહિનામાં કરાયેલી બદલી અને છટણીઓ સામે 3 મહિનાથી ચાલતા આંદોલનમાં કામદારો તરફે વાગરા MLA અરૂણસિંહ રણાએ ઝપલાવ્યું છે. કામદારોની વ્હારે આવી મંગળવારે ધારાસભ્યએ કલેકટરને રજુઆત કરી ન્યાય અપાવવા આવેદનપત્ર પાઠવ્યું છે. દહેજની વેલસ્પન કંપનીના સંચાલકો દ્વારા કર્મચારીઓની અન્યત્ર ટ્રાન્સફર અને છુટા કરી દેવાયા બાદ કર્મચારીઓ દ્વારા 3 મહિનાથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે જેઓની વ્હારે હવે વાગરાના ધારાસભ્ય આવ્યા છે.

દહેજ સ્થિત વેલસ્પન કંપની દ્વારા તબક્કાવાર કર્મચારીઓ તેમજ સ્ટાફને બીજા પ્લાન્ટમાં બદલીના બહાને મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેઓના રાજીનામાં લખાવી લેવામાં આવ્યા હતા. કંપની દ્વારા 200 અધિકારી કક્ષાના અને 400 જેટલા કર્મચારીઓને Mail તેમજ ટપાલ મારફતે બદલીઓના ઓડરો અપાયા હતા. રાતોરાત કર્મચારીઓનું ભાવી અધ્ધરતાલ કરી દેવામાં આવ્યું હતું જેના પગલે કર્મચારીઓ આંદોલનો ચલાવી રહ્યા છે અને ધારણા કાર્યક્રમ આપી રહ્યા છે. આજરોજ વાગરાના ધારાસભ્ય તેઓની વ્હારે આવ્યા હતા અને તેઓએ કર્મચારીઓ સાથે જીલ્લા કલેકટર કચેરી ખાતે જઈ આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં કર્મચારીઓને ન્યાય મળે તે માટેની માંગ કરવામાં આવી હતી.

કોરોના મહામારીના સમયમાં દહેજ પ્લાન્ટ બંધ કરી અંજાર 480 કિલોમીટર દૂર 400 જેટલા કર્મચારીઓની બદલી કરી દેવામાં ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કંપની સત્તાધીશો સામે રોષ વ્યકત કરી કર્મચારી પરિવારોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા રજુઆત કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud