ઘોઘલા બીચ, જલંધર બીચ, કિલ્લો, પાણીકોઠા અને મ્યુઝિયમ સહિતના સ્થળોએ દેશ ઉપરાંત વિદેશી પ્રવાસીઓ પણ મુલાકાતે આવતા હોય છે.
હાલના સમયમાં દીવના ઘોઘલા બીચ પર ડોલ્ફિનનું આગમન થતા પ્રવાસીઓ માટે ખાસ બોટ ચલાવવામાં આવી રહી છે
WatchGujarat. દીવ હંમેશા પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ રહ્યું છે. જેમાં પણ ઘોઘલા બીચ, જલંધર બીચ, કિલ્લો, પાણીકોઠા અને મ્યુઝિયમ સહિતના સ્થળોએ દેશ ઉપરાંત વિદેશી પ્રવાસીઓ પણ મુલાકાતે આવતા હોય છે. એવામાં હાલના સમયમાં દીવના ઘોઘલા બીચ પર ડોલ્ફિનનું આગમન થતા પ્રવાસીઓ માટે ખાસ બોટ ચલાવવામાં આવી રહી છે. તેમજ ડોલ્ફિનનું આ ઝુંડ હાલ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ડોલ્ફિન જોઈને પ્રવાસીઓ રોમાંચિત બની રહ્યા છે.
છેલ્લા ઘણા વર્ષોથી શિયાળામાં આ ડોલ્ફિન દીવના દરિયામાં મહેમાન બને છે. જોકે ડોલ્ફિનને જોવા માટે સવારના સમયમાં દરિયામાં પહોંચવું પડે છે. કડકડતી ઠંડીમાં આ ડોલ્ફિન દીવના બીચ નજીક આવી પહોંચે છે. સામાન્ય રીતે સવારે 6થી10 સુધીમાં ડોલ્ફિન જોવા મળે છે. કારણ કે, આ સમયે દરિયો શાંત હોય છે. આ માટે ઘોઘલા બીચથી ડોલ્ફિન જોવા માટે ખાસ બોટ પણ ચલાવવામાં આવી રહી છે.
https://youtu.be/f-iZ_tKJfNc
સ્થાનિકોનાં જણાવ્યા મુજબ, દીવના દરિયામાં 50થી વધુ ડોલ્ફિન જોવા મળી રહી છે. આગામી દિવસોમાં વધારે ડોલ્ફિનનું દીવના દરિયામાં આગમન થાય તેવું પણ સ્થાનિકો માની રહ્યા છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી દીવના દરિયામાં ડોલ્ફિન જોવા મળતી હોય છે. સામાન્ય રીતે શિયાળા દરમિયાન વધુ જોવા મળતી ડોલ્ફિન માટે પ્રવાસીઓ બોટ મારફતે દીવના દરિયામાં જતા હોય છે.