• પાંચ કલાકની જહેમત બાદ નુકસાન પામેલ શિખરના ભાગે સમારકામ હાથ ધરાયું
  • વીજળી પડવાના શિખર પર આવેલી ધ્વજા ક્ષતિગ્રસ્ત થઈ હતી
  • ત્રણ દિવસથી અડધી કાઠીએ ચડાવવામાં આવતી ધ્વજા હવે શિખર ધ્વજ પર ચડાવી શકાશે

WatchGujarat. તાજેતરમાં દ્વારકાધીશના જગત મંદિર પર વીજળી પડવાના કારણે શિખર ધ્વજ પરના પાટલીના ભાગે નુકસાન થયું હતું. સાથે વીજળી પડતાં મંદિરના શિખર પર આવેલી ધ્વજા ક્ષતિગ્રસ્ત થઈ હતી. જે બાદ આજ રોજથી કુશળ કારીગરો દ્વારા શિખર ધ્વજના ભાગે રીપેરીંગ હાથ ધરવામાં આવતા હવે ધ્વજા શિખર ઉપર ચડાવી શકાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર વીજળી પડવાથી શિખર ધ્વજ પર પાટલીના ભાગે નુકસાન પહોંચ્યુ હતું. જે બાદ મંદિરના શિખર પર ધ્વજા અડધી કાઠીએ ચડાવવામાં આવતી હતી. આજે વેરાવળ તેમજ દ્વારકના સૃથાનિક કુશળ કારીગરો દ્વારા 5 કલાકની જહેમતે શિખર ધ્વજ પર નુકસાન પામેલ પાટલીના ભાગમાં રીપેરીંગ કામ હાથ ધરાયું હતું. જે બાદ હવે ફરી શિખર ધ્વજ પર ધ્વજા ચડાવી શકાશે.

વીજ પડવાના બનાવને ધ્યાનમાં રાખીને વધારે નુકસાન ન થાય તે હેતુસર મંદિરના શિખરના ભાગે ત્રણ તામ્બાની રીંગ પાટલી પર બેસાડવામાં આવી છે. તેમજ વીજળીને પોતાની અંદર સમાવી શકે તેવું લાઈટિંગ અરેસ્ટર પર શિખર ધ્વજ પર બેસાડવામાં આવ્યું છે. જેથી હવેથી કોઈ વીજ પડવાનો કોઈ બનાવ બને તો મોટું નુકસાન ન થાય. જોકે ત્રણ દિવસ સુધી અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવતી હતી. જે હવે રીપેરીંગ કામ પૂર્ણ થયા બાજ શિખર ધ્વજ પર ધ્વજા ચડાવી શકાશે.

ઉલ્લેખનીય છે કે વીજળી પડવાના કારણે મંદિરના શિખર પર આવેલી ધજા ક્ષતિગ્રસ્ત થઈ હતી. તમને જણાવી દઈએ કે આ ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયા પર ખૂબ જ વાયરલ થયો હતો. જોકે આ ઘટનામાં આસપાસના વિસ્તારમાં કોઈ પણ જાતનું નુકસાન થયું હતું. લોકોનું માનવું હતું કે દ્વારકાધીશે તેમના પર આવનારી મુશ્કેલીને પોતાની શિખર ધ્વજામાં સમાવી લીધી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud