ગુજરાતમાં એક વ્યક્તિએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને તેમને એક દિવસ માટે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
તાજેતરમાં નેશનય ગર્લ ચાઇલ્ડ ડે નિમિત્તે સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બની હતી
WatchGujarat. 24 જાન્યુઆરીએ નેશનય ગર્લ ચાઇલ્ડ ડે નિમિત્તે સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બની હતી. 24 કલાક માટે બનેલી સૃષ્ટિ ગોસ્વામીએ વિધાનસભામાં બાળ વિધાનસભાનું પણ આયોજન કરાયું હતું. ઘટનાના બીજા દિવસે ડેપ્યુટી ચીફ મીનીસ્ટર નીતિન પટેલને ફોન કરીને રાજ્યના એક વ્યક્તિએ એક દિવસ માટે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, આ વ્યક્તિએ નીતિનભાઈ પટેલને આમ કરવા માટે સીએમ વિજય રૂપાણીને વાત કરીને તેમની મંજૂરી લેવાની વિનંતી પણ કરી હતી. વિડીયો વાઇરલ થતા સમગ્ર રાજ્યમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.
વાઇરલ વિડીયોમાં એક અજાણી વ્યક્તિ પોતે લાલજીભાઈ તરીકે પોતાની ઓળખ આપે છે. અને ડેપ્યુટી સીએમ નિતિમ પટેલને ફોન પર કહે છે કે, "હું ધોલેરા તાલુકાના હેબતપુર ગામથી લાલજી બોલું છું. મારા ગામની વસ્તી 10-12 હજારની છે. ઉત્તરખંડમાં જેમ આપણે સૃષ્ટિ ગોસ્વામીને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવી, એ રીતે મારે ગુજરાતમાં એક દિવસ માટે મુખ્યમંત્રી બનવું છે."
https://youtu.be/74mGqbAo5to
લાલજીભાઇની વાત સાંભળીને નીતિન પટેલ એવો જવાબ આપે છે કે, "તમે મુખ્યમંત્રી બનો. અમને કોઈ વાંધો નથી." જવાબ સાંભળ્યા બાદ ફોન કરનાર વ્યક્તિ એવું કહે છે કે, આ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મંજૂરી જરૂરી છે. વિજય રૂપાણી કહે તો હું બની શકું. જવાબમાં નીતિન પટેલ હસતાં હસતાં સારું સારું એમ કહે છે.
ત્યાર બાદ વ્યક્તિ આગળ કહે છે કે, અમે ખૂબ સારું કામ કરીશું. સામે નીતિન પટેલ જ્યારે એવું કહે છે કે, મુખ્યમંત્રી બન્યા વગર પણ કામ થઈ શકે ત્યારે વ્યક્તિ કહે છે કે, જ્યાં સુધી સત્તા હાથમાં ન હોય ત્યાં સુધી કામ ન થાય. આ વાત સાંભળીને નીતિન પટેલ તેમને શુભેચ્છા પાઠવે છે. જે બાદમાં વ્યક્તિ કહે છે કે, "તમે સાહેબને વાત કરજો કે હેબતપુર ગામથી લાલજીભાઈએ આવો નવો વિચાર આપ્યો છે."
અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે 26 જાન્યુઆરી નિમિત્તે ડેપ્યુટી સીએમ વડોદરામાં આવનાર છે. તેમના આગમન પહેલા રાજ્યના લાલજીભાઇ અને ડેપ્યુટી સીએમ વચ્ચેના સંવાદનો વિડીયો વાઇરલ થયો હતો. આવતી કાલે 72 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે વડોદરાના રેલવે ગ્રાઉન્ડ પર ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લેશે.
સંવાદના અંશ
લાલજી ભાઇ: સાહેબ લાલજી બોલુ છું, મીઠાપુરા, ધોલેરા તાલુકાના હેબતપુર ગામમાંથી, જેની વસ્તી 10-12 હજારની છે. જે રીતે ઉત્તરાખંડમાં સૃષ્ટી ગોસ્વામી નામના બહેનને એક દિવસના મુખ્યમંત્રી બનાવડાવ્યા, તેવી રીતે હું ગુજરાતનો એક દિવસનો મુખ્યમંત્રી બનવા માંગુ છું.
નીતિન પટેલ (હસતા હસતા): બનો કઇ વાંધો નહી
લાલજી ભાઇ: આમા આપણે સીએમ સાહેબની મંજૂરી જોઇએ, જો રૂપાણી સાહેબ એમ કહે કે લાલજી ભાઇને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવો.
નીતિન પટેલ (હસતા): સારૂ..સારૂ..હો…
લાલજી ભાઇ: આપણે સારૂ કામ કરીશું અને કામગીરી પણ સારી કરીને બતાવીશું
નીતિન પટેલ: મુખ્યમંત્રી બન્યા વગર પણ સારા કામ કરી શકાય.
લાલજી ભાઇ: જ્યાર સુધી સત્તા હાથમાં નથી…
નીતિન પટેલ: મારી શુભેચ્છા