9 ઓકટોબરે કોઈમ્બતુર એકસપ્રેસમાં ઈતિહાસ રચ્યો છે.
વેસ્ટર્ન રેલ્વેમાં હાલ અમદાવાદ ડીવીઝનમાં 20 જેટલા મહિલા સહાયક લોકો પાયલટ
[caption id="attachment_1413255" align="aligncenter" width="1600"] Rajkot, Shikha Rathod First Female Co-Pilot[/caption]
કુલીન પારેખ (WatchGujarat). નારી તું નારાયણી કહેવતને અગાઉ અનેક મહિલાઓએ સાર્થક કરી છે. ત્યારે વધુ એક મહિલા દ્વારા આ ઉક્તિને સાચી સાબિત કરવામાં આવી છે. શીખા રાઠોડ નામની યુવતિએ તમામ મર્યાદાને પાછળ રાખી સફળતાનું વધુ એક શિખર સર કરી લીધું છે. શિખા અમદાવાદથી રાજકોટ જતી પેસેન્જર ટ્રેનમાં સહ પાયલોટ બનનારી પ્રથમ મર્દાની મહિલા બની છે. તેણે 9 ઓકટોબરે કોઈમ્બતુર એકસપ્રેસમાં ઈતિહાસ રચ્યો છે. મધ્યપ્રદેશનાં જબલપુરની રહેવાસી 31 વર્ષિય શિખા અત્યાર સુધી માલગાડી ચલાવતી હતી.
વેસ્ટર્ન રેલ્વેમાં હાલ અમદાવાદ ડીવીઝનમાં 20 જેટલા મહિલા સહાયક લોકો પાયલટની જેમ તેમણે પેસેન્જર ટ્રેન ચલાવવાનું સપનું જોયું હતું. એટલે ગયા વર્ષે તેણે આ બાબતે આગળ વધવાનો નિર્ણય લીધો. પરંતુ તેની અરજી બાદ કોરોનાને કારણે પેસેન્જર ટ્રેનો જ સ્થગીત કરવામાં આવી હતી. બીજી તરફ તેમને પણ કોવીડનું નિદાન થયુ હતું. જો કે આ તમામ અવરોધોને પાર કરી ગત સપ્તાહે તેમણે પોતાના સીનીયર કલીગ લોકો પાયલટ પ્રદિપકુમાર જે સાથે સૌ પ્રથમવાર કોઈમ્બતુર- રાજકોટ સ્પેશ્યલ ટ્રેનનું સંચાલન કર્યું હતું.
Watchgujarat.com સાથેની વાતચીતમાં શિખા રાઠોડ કહે છે કે, હું વર્ષ 2016માં રેલવેમાં જોડાઈ હતી. નાનપણથી જ મને કંઈક અલગ કરવાની ઈચ્છા હતી. સામાન્ય 9 થી 6ની જોબ તો ઘણી મહિલાઓ કરે છે. પરંતુ મને નાનપણથી જ કંઈક અલગ કરવાની ઈચ્છા હતી. આ માટે પ્રથમ મારા પિતાએ અને હાલ મારા પતિ કે જેઓ બેંકમાં નોકરી કરે છે તેમણે ખૂબ જ સપોર્ટ કર્યો છે. આ કારણે જ હું મારૂ લક્ષ્ય સિદ્ધ કરી શકી છું. તેની મને ખુબ જ ખુશી છે. અને આવનારા સમયમાં હું દૂરંતો સહિતની ફાસ્ટ ટ્રેન ચલાવવા ઈચ્છુ છું. અને આ માટે મારી તૈયારીઓ પણ હાલ ચાલી રહી છે. મને વિશ્વાસ છે કે ત્યાં સુધીમાં અન્ય મહિલાઓ પણ આ ફિલ્ડમાં ઘણી આગળ આવી જશે. પરંતુ ફાસ્ટ ટ્રેનો ચલાવનાર પણ હું પ્રથમ મહિલા બનું તેવો મારો પ્રયાસ રહેશે.
જોકે મિકેનીકલ એન્જીનીયરીંગ વિભાગના વરિષ્ઠ અધિકારીનાં કહેવા મુજબ, હાલ અમારા વિભાગમાં વધારે પ્રમાણમાં મહિલાઓ જોડાય છે. અને લગભગ 20 મહિલા સહાયક લોકો પાયલટ છે. જે પૈકી શિખા રાઠોડ સિવાય તમામ માલગાડીઓ ચલાવે છે. જોકે અમારા માટે ક્રમશ: તાલીમ આપવાનું આયોજન છે જેથી ભવિષ્યમાં વધુ મહિલાઓને આ પ્રકારની તક મળશે. લોકડાઉનમાં મહિલા પાયલોટોએ પોતાની કળાને વધુ સારી બનાવવાનાં પ્રયાસો કર્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું.