• સામે પાર ન્હાવા સાથે 8 મિત્રોએ સેલ્ફી સહિતની મજા લીધી હતી, ડેમમાંથી 32,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હોય નદી હાલ 2 કાંઠે વહી રહી છે
  • ભોલાવ પાસે બની રહેલી હોટલ હયાતમાં ફર્નિચરનું કામ કરતા હતા
  • મસ્જિદની બાજુમાં ભાડેથી રહેતા 8 મિત્રો રીક્ષા લઈ બપોરે કબીરવડ ગયા
  • શહેરના ચકલાના 4 મિત્રોના 20 વર્ષ પહેલાં કબીરવડમાં ડૂબી જતાં મોટી કરુણાતીકા સર્જાઈ હતી
  • કબીરવડમાં વર્ષો બાદ 2 કાંઠે વહેતી નર્મદાએ શનિવારી અમાસે જ ભરતી વચ્ચે રાજસ્થાનના ફર્નિચરનું કામ કરતા 4 મિત્રોનો ભોગ લીધો છે

watchgujarat. ભરૂચનું ઐતિહાસિક કબીરવડ એક સમયે રાજ્યમાંથી ઊમટતા હજારો પ્રવાસીઓની હાજરી વચ્ચે 2 કાંઠે વહેતી નર્મદા નદીના નીર વચ્ચે છલકાતું રહેતું હતું. જોકે પાછલા કેટલાક વર્ષોમાં નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઓછો રહેતો હોય નદીએ પોતાનું અસ્તિત્વ એક તબક્કે ગુમાવવા સાથે પ્રવાસન ધામ કબીરવડ પણ પ્રવાસી વિહોનું બની ગયું હતું.

જોકે છેલ્લા 3 વર્ષથી નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ રહ્યો હોય ભરૂચમાં પણ નર્મદા નદી 2 કાંઠે વહી રહી છે. હાલ ડેમના રિવરબેડ પાવર હાઉસના તમામ 6 ટર્બાઇન ધમધમવા સાથે નદીમાં 34000 ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું હોય નદીનું સ્વરૂપ અને પાણીનો પ્રવાહ વિશાળ બન્યો છે.

ગુરૂવારે શનિજયંતી વચ્ચે અમાસ હોય ભરતીના લીધે નદીમાં પ્રવાહ અને પાણીમાં વધારો થયો હતો. ભરૂચના ભોલાવ ખાતે બની રહેલી હયાત હોટલમાં ફર્નિચરના કામ અર્થે મૂળ રાજસ્થાનના નાગોર અને જોધપુરના રહેવાસી યુવાનો છેલ્લા કેટલાક સમયથી ભોલાવ મસ્જિદ પાસે ભાડે રહેતા હતા. ગુરુવારે બપોરે તેઓ ભોલાવથી રીક્ષા કરી 8 મિસ્ત્રી યુવાનો ( ફર્નિચરના કારીગરો) કબીરવડ ખાતે ફરવા ગયા હતા. બપોરે કબીરવડ પોહચી મઢી ઘાટ થી 8 મિત્રો નાવડીમાં બેસી બેટ ઉપર આવેલા કબીરવડ ઉપર પોહચ્યા હતા.

આઠેય મિત્રો ગરમીમાં ઠંડક મેળવવા બપોરે 2 વાગ્યાના નદીમાં ન્હાવા સાથે સેલ્ફી લઇ આનંદ પ્રમોદ માણી રહ્યાં હતાં. ડેમમાંથી ઠલવાતા 34000 ક્યુસેક પાણી વચ્ચે સાંજે 4 કલાકે નદીમાં ભરતીના પાણી વધતા 8 પૈકી 4 મિત્રો ઊંડા પાણીમાં ન્હાતા ન્હાતા ગરકાવ થઈ ગયા હતા. અન્ય મિત્રોએ બુમરાણ મચાવતા સ્થાનિકો દોડી આવવા સાથે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ ભરૂચ ફાયર ફાઈટરોને કરાતા લાશ્કરો 16 KM દૂર આવેલા કબીરવડ જવા રવાના થયા હતા.

દરમિયાન સ્થાનિક નાવિકો સહિત તરવૈયાની મદદથી નદીમાં શોધખોળ શરૂ કરતાં 2 યુવાનો દેવારામ અને ગણેશારામ મૃતદેહ મળી આવ્યા હતા. મોડી સાંજ સુધી તપાસ કરવા છતાં નદીમાં લાપતા બનેલા અન્ય 2 યુવાનો બસ્તિરામ અને નેમારામની કોઈ ભાળ મળી ન હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud