• હુમલાખોર 2 ભાઈઓને પણ લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ખસેડાયા
  • ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બોલવાઈ
  • ઇમરજન્સી વોર્ડમાં દારૂની દુર્ગંધથી તબીબો અને સ્ટાફ પણ પરેશાન થઈ ઉઠ્યો
  • 2 સગા ભાઈઓની વિધવા ભાભી સાથે મૃતકના સંબંધ હોવાની વાતે આ ખૂની ખેલ ખેલાયો હોવાનું ગામમાં ચર્ચાઈ રહ્યું છે

Watchgujarat. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે નશામાં ચૂર 3 મિત્રો બાખડયા બાદ 2 સગા ભાઈઓએ ચપ્પુ મારી મિત્રની હત્યા કરી દેતા ગામમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકના બન્ને ભાઈઓની વિધવા ભાભી સાથે સંબંધ હોવાની વાતે આ ખૂની ખેલ ખેલાયો હોવાનું ગામમાં ચર્ચાઈ રહ્યું છે.

અંકલેશ્વરના માંડવા ગામે રીક્ષા સ્ટેન્ડ નજીક 3 મિત્રો દારૂના નશામાં હતા. દરમિયાન કોઇ કારણોસર ત્રણે વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં 2 સગા ભાઈ  રાજેશ રમેશભાઈ પટેલ ઉંમર વર્ષ 35 તથા તેનો ભાઈ સુરેશ રમેશભાઈ પટેલ ઉંમર વર્ષ 34 એ અનિલ રણછોડભાઈ પટેલ ઉપર ચપ્પુ વડે હીંચકારો હુમલો કર્યો હતો.

અનિલભાઈને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેને લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. હુમલાખોર બંને ભાઈ ને પણ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી. ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવતા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દારૂની દુર્ગંધથી તબીબો અને સ્ટાફ પરેશાન થઇ ઉઠ્યો હતો.

માંડવા ગામેથી આ હત્યા અંગે ચાલતી ચર્ચા મુજબ મૃતક અનિલના આરોપીઓ રાજેશ અને સુરેશના મોટા ભાઈની પત્ની સાથે સંબંધ હતો. મોટા ભાઈએ દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. જે બાદ પણ વિધવા ભાભી સાથે અનિલના સંબંધો હોય દારૂના નશામાં રહેલા ત્રણેય આ મુદ્દે ઝઘડા હશે. જેમાં આ હત્યા થઈ હોવાનું હાલ મનાઈ રહ્યું છે. જોકે પોલીસ તપાસ બાદ સાચી હકીકત બહાર આવી શકે તેમ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud