બેરોજગાર યુવાનોનું આંદોલન મોટું સ્વરૂપ ના બને તે પહેલાં સરકારે નિર્ણય લીધો.
ગાંધીનગર. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ GPSC અને ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ પોલીસ સામાન્ય વહીવટી વિભાગ શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગેના મહત્વ આદેશો પણ કરવામાં આવ્યા છે. જે વિભાગોમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે તેમને તાત્કાલીકપણે નિમણૂક પત્ર આપવામાં આવશે. આમ આવનારા 5 મહિનામાં 20 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીની તક મળશે. વિપક્ષે પણ સરકારના આ નિર્ણયને આવાકર્યો છે.
ગુજરાતની સરકારી નોકરી મેળવવા માટે યુવાનો દ્વારા અત્યારે વ્યાપક પ્રમાણમાં આંદોલન પણ કરવામાં આવી રહ્યા છે. સુત્રોના કહેવા પ્રમાણે આ આંદોલન મોટું સ્વરૂપ ન બને તે પહેલા સરકારે આ નિર્ણય લેવા માટે દબાણ થયું હતું અને સરકારના આ પગલા બાદ આંદોલનો પણ ઠરી ઠામ થઇ જાય તેવું જોવા મળી રહ્યું છે.
8 હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવાના સ્પષ્ટ આદેશ
CM વિજય રૂપાણીએ GPSC-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગે મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યા છે. સરકારની જાહેરાત પ્રમાણે સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત 8 હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવાના સ્પષ્ટ આદેશ આપ્યા છે. રાજ્યમાં યુવાનોને વ્યાપકપણે સરકારી સેવામાં નોકરીની તક મળે તે માટે મુખ્યમંત્રીના યુવા રોજગારલક્ષી અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે.
Twitter link :
https://twitter.com/CMOGuj/status/1302139622122692608