• અંકલેશ્વરના (Ankleshwar) ખરોડ ગામે સુન્ની વ્હોરા સમાજની 3 દીકરીઓ સરકારી શાળામાં જ પ્રાથમિક શિક્ષણ મેળવી માતા-પિતાનું તબીબનું સ્વપ્ન કર્યું સાકાર
  • આચાર્ય દંપતીની મહેચ્છાઓને MBBS અને MDS બની મૂર્તિમંત કર્યું ડો. ઝયનબ, ડો. સઇદા અને ડો. શમિમાહ ખરોડીયાએ
  • ડોક્ટર ઝયનબ MBBS અને CPF ગાયનેક થયા પછી કોરોનાની સખત લહેર દરમિયાન મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત બી.જી ખૈર હોસ્પિટલ ખાતે ગાયનેક તરીકે સેવા બજાવી હતી
  • દેશ અને દુનિયામાં વિવિધ ક્ષેત્રે જ્યારે દિકરીઓ નામ રોશન કરી રહી છે ત્યારે હવે લઘુમતી સમાજમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઉચ્ચ શિક્ષણ તરફ ઝોક વધી રહ્યો છે
  • પિતાની ઇચ્છાને એક બાદ એક ત્રણેય દીકરી સર આંખો પર લઈ પુરી કરે તેનાથી વિશેષ ગર્વ શું હોય, હવે દીકરીઓ લોકોની સેવા કરે એજ દુઆ : પિતા અયાઝ ખરોડીયા
  • દીકરાઓનો મોહ છોડો આજે પરિવારથી લઈ દેશ અને દુનિયામાં તમામ ક્ષેત્રે દીકરીઓ છે અગ્રેસર

વિક્કી જોશી. (WatchGujarat) માતા-પિતાની (Mother-Father) ઈચ્છા કે જોયેલું સ્વપ્ન સંતાન પૂરું કરે તેનાથી મોટી ઉપલબ્ધી શુ હોય શકે, તેમાં પણ જો તમામ સંતાન ડોકટર બને તે ક્યાં માતા-પિતા માટે ગર્વ લેવા સમાન ન હોય. આચાર્ય દંપતીએ જોયેલા ખ્વાબ અને મહેચ્છાને 3 દિકરીઓએ MBBS અને MDS બની મૂર્તિમંત કર્યું છે. લઘુમતી સુન્ની વ્હોરા સમાજમાં એક પરિવારમાં 3 દીકરી અને ત્રણેય તબીબનો પ્રેરણાદાયી કિસ્સો અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે સાકાર થયો છે.

ગુજરાતમાં આજે પણ જ્યારે પણ કોઈ માતા દીકરીને જન્મ આપતી હોય ત્યારે ઘણી વખત દીકરી માતા-પિતા ઉપર બોજ બનતી હોવાની દહેશતના કારણે દીકરીને પણ તરછોડી મુકતા હોય છે અને આવો જ કિસ્સો એક અઠવાડિયા પહેલા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં એક બાળકીને તેની માતાએ તડછોડી મૂકી અને બાળકી મૃત અવસ્થામાં મળી આવતા આ બાળકીને તરછોડી જનાર માતા પિતા સામે ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો હતો.

ડો. સઇદા ખરોડીયા BDS, MDS (Oral And Maxillofacial Surgery)

સાચા અર્થમાં તો દીકરીને ઉછેરવામાં આવે તો દીકરીઓ જ હંમેશા માતા-પિતાનું સમાજમાં નામ રોશન કરતી હોય તેઓ એક કિસ્સો અંકલેશ્વરના ખરોડ ગામેથી સામે આવ્યો છે જેમાં ત્રણે દીકરીઓએ ડોક્ટર બની પોતાના માતા પિતાના સ્વપ્નને સાકાર કર્યું છે. ગુજરાતમાં આજે પણ દીકરીએ વ્હાલનો દરિયો કહેવાય છે અને દીકરીને સમાજમાં પણ દીકરા જેટલો જ દરજ્જો આપવામાં આવે છે છતાં પણ ઘણી એવી માતા છે જે પોતાની કુખે જન્મેલી નવજાત શિશુને તરછોડી મૂકતી હોય છે.

જેના કારણે ગુજરાતમાં ભ્રુણ હત્યાના કિસ્સાઓમાં વધારો થતો હોય છે પરંતુ દીકરીઓ આજે પણ દીકરાઓ કરતાં આગળ વધી રહી છે દીકરીઓ આજે પણ માતા-પિતાનું નામ રોશન કરી રહી છે. જે દીકરાઓ પોતાના માતા-પિતાને સાચવી નથી શકતા તેવા માતા-પિતાઓ માટે દીકરીઓ આજે પણ દીકરાઓની ભૂમિકા ભજવી રહી છે. કોરોના કાળના સમયે જે માતા પિતાને સંતાનમાં દીકરા ન હતા અને માત્ર દીકરીઓ હતી તે દીકરીઓએ માતા-પિતાના અગ્નિદાહ કરી દીકરાની ફરજ નિભાવી છે અને એટલે જ કહેવાય છે કે દીકરા કરતાં દીકરી સારી એટલે દીકરીને એક વાહલના દરીયા તરીકે ઉછેળો એ જ દીકરી તમને દુઃખના સમયે સહભાગી બનશે.

ડો. શમીમાહ ખરોડીયા M.B.B.S

અંકલેશ્વરના ખરોડ ગામે સુરતી સુન્ની વ્હોરા સમાજના આચાર્ય શિક્ષક દંપતી જે દીકરીઓના જન્મના સમયે નક્કી કર્યું હતું કે મારી દીકરીઓ ડોક્ટર બનશે. અને આજે તેમની 3 દીકરીઓ તબીબ છે. ત્રણેય દીકરીઓના પિતા અયાઝ અહમદ ખરોડીયા કોંઢ ગામે એક સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ નિભાવી રહ્યા છે. જ્યારે પત્ની શહેનાઝ ખરોડીયા પ્રાઇમરી સ્કૂલમાં આચાર્ય છે. આ શિક્ષક દંપતીની એક ઇચ્છા રહી હતી કે, મારી ત્રણે દીકરીઓ ડોક્ટર બનશે. અને દીકરીઓને ડોક્ટર બનાવવા માટે જેટલી મહેનત કરવી પડે તેટલી મહેનત કરીશું.

ડોક્ટર સુધીનો અભ્યાસ ત્રણેય દીકરીઓને કરાવ્યો અને માતા-પિતાના આશીર્વાદથી ત્રણેય દીકરીઓ ડોક્ટર બની. આ ત્રણેય દિકરીઓએ આખરે માતા પિતાનું નામ રોશન કર્યું અને સમાજને સાબિત કરી બતાવ્યું કે દીકરીઓ માતા-પિતા ઉપર બોજ નથી. કોણ છે આ ત્રણેય દીકરીઓ અને પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાંથી મેળવી તબીબ બનવાની તેમની સફર, ત્રણેય દીકરીઓ કેવી રીતે અને કયા રોગના ડોક્ટર બની તેની ઉપર નજર કરીએ.

ડો. ઝયબન M.B.B.S. MD ( DNB) OBS/GYN

આચાર્ય ખરોડીયા દંપતીની સૌપ્રથમ મોટી દીકરી ડોક્ટર ઝયનબ MBBS અને CPF ગાયનેક થયા. પછી કોરોનાની સખત લહેર દરમિયાન મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત બી.જી ખૈર હોસ્પિટલ ખાતે ગાયનેક તરીકે સેવા બજાવી. હાલ જમશેદપુર ઝારખંડ ખાતે ટાટા મૈન હોસ્પિટલમાં DNB કરી રહી છે. આજે ડો. ઝયનબ પોતાના માતા-પિતાના આર્શીવાદથી ડોક્ટર બની હોવાનું ગૌરવ અનુભવી રહી છે. બીજા નંબરની દીકરી DR. સઈદા અહમદ ખરોડીયા દાંતની ડેન્ટલ કોલેજ કોટા ખાતે BDS કર્યા પછી પેસીફીક ડેન્ટલ કોલેજ ઉદયપુર રાજસ્થાન MDS ઇન ઓરલ એન્ડ મેક્સીલોફીસીકલ સર્જરીની પરીક્ષા જુન 2021 માં પાસ કરી ઘરે માતા પિતાની મુલાકાતે આવી છે.

સૌથી નાની ત્રીજા નંબરની દીકરી ડોક્ટર શમીમાહ  ખરોડિયાએ પેસિફિક ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ ઉદેપુર રાજસ્થાનમાંથી MBBS ની પરીક્ષા જાન્યુઆરી 2021 માં 67.33 ટકા સાથે પાસ કરી હાલ સાર્વજનિક હોસ્પિટલમાં સેવા બજાવે છે. જે PG NEET ની પરીક્ષા આપી MS ગાયનેકમાં એડમિશન મેળવવાની ઇચ્છા ધરાવે છે. આ ત્રણેય દિકારીઓએ માતા-પિતાની ડોક્ટર બનવાની ઈચ્છા પૂર્ણ કરી છે અને માતા-પિતાએ પણ આ ત્રણેય દીકરીઓ જરૂરિયાતમંદ લોકોની સારવાર કરી સમગ્ર વિશ્વમાં નામ રોશન કરે તેવા ગર્વ સાથે આશાઓ વ્યક્ત કરી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud