WatchGujarat. ગૂગલ (Google) એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને આ જ કારણ છે કે આપણે તેના પર આપણા જીવનની ઘણી મહત્વપૂર્ણ જરૂરી બાબતો વિશે શોધ કરીએ છીએ. દુનિયાભરમાં ગૂગલના ઘણા ઉત્પાદનો છે, જે આપણું કાર્ય સરળ બનાવે છે, તેના બધા ઉત્પાદનો એકદમ લોકપ્રિય છે. આ દરમિયાન એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે ગૂગલના યુટ્યુબે ડાઉનલોડની બાબતમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આશ્ચર્યજનક રીતે, તેની ડાઉનલોડ સંખ્યા સમગ્ર વિશ્વની કુલ વસ્તી કરતા વધુ છે. ચાલો આપણે તેની સંપૂર્ણ વિગતો જાણીએ.
રિપોર્ટના અનુસાર જુલાઈ 2021 સુધીમાં હાલમાં વિશ્વની અંદાજિત વસ્તી 7.9 બિલિયન છે. ગૂગલની મોબાઈલ ઑપરેટિંગ સિસ્ટમ, એન્ડ્રોઇડએ આ વર્ષે 3 બિલિયન ડિવાઇસ એક્ટિવેશનને પૂરા કર્યા છે, જે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ એપ્લિકેશંસની સંખ્યા વધીને 2.89 મિલિયન થઇ ગઈ છે.
જો તમને લાગે છે કે આ આશ્ચર્યજનક નંબર સામે આવ્યા છે, તો જાણો કે Android માટે ગૂગલની યુટ્યુબ એપ્લિકેશન હવે 10 અબજ ડાઉનલોડ્સને પાર કરી ગઈ છે. આ સમગ્ર વિશ્વની કુલ અંદાજિત વસ્તી કરતા વધુ છે.
Android ફોનમાં ગૂગલ સ્યુટનો એક ભાગ છે Youtube
ધ્યાન આપવાની વાત છે કે, યુટ્યુબ એ બધા એંડ્રોઇડ ફોનમાં ગૂગલ સ્યુટનો એક ભાગ છે, પરંતુ તેમ છતાં, 10 બિલિયન એક આશ્ચર્યજનક નંબર છે. પ્લે સ્ટોર પર બીજી સૌથી લોકપ્રિય એપ્લિકેશન ફેસબુક છે, જેમાં 7 અબજથી વધુ ડાઉનલોડ્સ છે. WhatsApp 6 બિલિયન કરતા વધારે ડાઉનલોડ્સ સાથે ત્રીજા ક્રમે છે, ફેસબુક મેસેન્જર 5 બિલિયન કરતા વધારે ડાઉનલોડ્સ સાથે ચોથા ક્રમે છે, જયારે ઇન્સ્ટાગ્રામ 3 બિલિયન કરતા વધારે ડાઉનલોડ્સ સાથે પાંચમા ક્રમે આવે છે.
આ સાથે, TikTok માં 2 બિલિયનથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલ છે. 1 બિલિયનથી વધુ ડાઉનલોડ્સ સાથે લોકપ્રિય રમત સબવે સર્ફર્સ. ફેસબુક લાઇટમાં 2 બિલિયન ડાઉનલોડ્સ, Microsoft Word અને Microsoft Powerpoint 2 બિલિયનથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલ છે.
આશ્ચર્યજનક રીતે નેટફ્લિક્સ અને ટ્વિટર આ ડાઉનલોડ સૂચિમાં વધુ નીચે આવે છે. નેટફ્લિક્સ જેવા વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ 1.5 અબજથી વધુ ડાઉનલોડ્સ સાથે સોશિયલ માઇક્રોબ્લોગિંગ સાઇટ, ટ્વિટરને પાછળ છોડી દીધા છે.