• પાંચ દિવસ સુધી મહારાજના દેહને અંતિમ દર્શન સુધી રાખવામાં આવનાર છે
  • પાંચ દિવસ સ્વામીજીના દેહને સાચવી રાખવા માટે એક ખાસ પ્રકારની રાસાયણિક પ્રોસેસ કરવામાં આવી
  • આ કામગીરી માટે પ્રખ્યાત એવી ગુજરાતની સંસ્થા પીક્ષીએ આ કામગીરી કરી
  • પિક્સી સંસ્થાની એક ટીમ ગઈકાલે જ હરિધામ સોખડા ખાતે પહોંચી હતી

WatchGujarat. હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજીના દેહાંત બાદ આજે તેમને નશ્વર દેહ અંતિમ દર્શન માટે મંદિરના પરિસરમાં મૂકાયો છે. ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ સુધી મહારાજના દેહને અંતિમ દર્શન સુધી રાખવામાં આવનાર છે. ત્યારે તમને જણાવી દઈએ કે પાંચ દિવસ સ્વામીજીના દેહને સાચવી રાખવા માટે એક ખાસ પ્રકારની રાસાયણિક પ્રોસેસ કરવામાં આવી છે. જેને એમ્બાલ્ટિંગ કહેવાય છે.

હરિધામ સોખડા મંદિર ખાતે મુકવામાં આવેલો હરિપ્રસાદ સ્વામીનો નશ્વર દેહ
હરિધામ સોખડા મંદિર ખાતે મુકવામાં આવેલો હરિપ્રસાદ સ્વામીનો નશ્વર દેહ

મળતી વિગતો અનુસાર ગુજરાતની સંસ્થા પીક્ષીએ આ કામગીરી કરી છે. ગઈ કાલે જ પીક્ષી સંસ્થાની એક ટીમ હરિધામ સોખડા ખાતે પહોંચી હતી. જ્યાં તેઓએ સ્વામીજીનો નશ્વરદેહ મૂળભૂત રૂપમાં પાંચ દિવસ સુધી જળવાઈ રહે તે માટેની વિશેષ કામગીરી હાથ ધરી હતી. મહત્વનું છે કે આ પદ્ધતિ માત્ર સુરતના ડો.વીનેશ શાહ દ્વારા કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આવી પદ્ધતિ કરનાર પીક્ષી કંપની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. પ્રાપ્ત વિગતો અનુસાર એમ્બાલ્ટિંગથી પાંચ દિવસ સુધી સ્વામીજીનો દેહ સાચવી શકાશે.

શું છે એમ્બાલ્ટિંગ પ્રક્રિયા

આ એક રાસાયણિક પ્રક્રિયા છે. જેમાં ઈથેનોલ, આઈસોપ્રોફાઈલ અને ગ્લિસરોલ સહિતના અલગ-અલગ કેમિકલનું ઈન્જેક્શન મૃતદેહને આપવામાં આવે છે. આ કેમિકલના કારણે એક મહિના કે તેથી વધુ સમય સુધી મૃતદેહ યથાસ્થિતિમાં સમવાયેલો રહે છે. ઉલ્લેખનીય છે કે આ પ્રક્રિયા કરવામાં 20 મીનીટથી માંડીને બે કલાક સુધીનો સમય લાગે છે. જોકે મૃત્યુના આઠ કલાકની અંદર મૃતદેહ પર આ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો પરિણામ વધુ અસરકાર રહે છે.

નોંધનિય છે કે અત્યાર સુધી સેંકડો લોકો આ ખાસ પ્રક્રિયાના કારણે પોતાના પરિજનના અંતિમ દર્શન કરી શક્યા છે. ફોરેન્સિક એક્સપર્ટ અને આ પ્રક્રિયા કરનાર વિનેશ શાહે આ અંગે જણાવ્યું હતું કે, એમ્બાલ્ટિંગ પ્રક્રિયાના કારણે એક મહિના સુધી મૃતદેહને સાચવી શકાય છે. આ ખૂબ જ સુરક્ષિત છે અને તેમાં જંતુ લાગતા નથી અને દુર્ગંધ પણ આવતી નથી. ખાસ કરીને સારવાર માટે અથવા તો ટુરિસ્ટ વિઝા પર અને અકસ્માત રીતે જેમનું મોત થાય ત્યારે તેમના દેશમાં મોકલવા માટે આ પ્રક્રયાનો વધારે ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેથી તેમના દેશ પહોંચતા સુધી મૃતદેહ યથાસ્થિતિમાં સમવાયેલો રહે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud