• મુખ્ય આરોપી સહેજાદ 2017 માં ધારાસભ્યની ચુંટણી પણ લડી હતી
  • ડ્રગ્સની હેરાફેરીમાં સહેજાદ સાથે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ASI ફીરોજ પણ સંડોવાયેલા હતો.
  • રસ્તામાં પોલીસ હેરાન ન કરે તે માટે ફીરોજ કારમાં ખાકી વર્ધી પહેરીને બેસી રહ્યો હતો.
  • વર્ષ-209માં સહેજાદ અને ઇમરાન રૂ. 1.46 કરોડની એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયા હતા.
  • વચગાળા જામીન મેળવી સહેજાદ અને ઇમરાને ડ્રગ્સનો વેપલો શરૂ કર્યો હતો.

અમદાવાદ. ક્રાઇમ બ્રાન્ચ ને ડ્રગ્સને લઇને મોટી સફળતા હાથ લાગી છે. અમદાવાદ શહેરના હાર્દસમા CTM ચાર રસ્તા પાસે ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડની કિંમતનો MD ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં મોટી વાત એ સામે આવી છે કે આરોપીઓ ફિરોઝ નામના પોલીસ કર્મીને સાથે રાખીને ડ્રગ્સની હેરાફેરી કરતા હતા અને ડિલીવરી કરતા હતા. જોકે મુબંઇથી અમદાવાદ સુધી ડ્રગ્સ લાવવા માટે ફિરોઝે પોલીસની વર્ધીનો ઉપયોગ કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ પોલીસ કર્મીની પણ ધરપકડ કરી લીધી છે.

કંઇ રીતે સહેજાદ અને પોલીસ કર્મી વચ્ચે સાંઠગાંઠ બંધાઇ

વર્ષ 2019માં સહેજાદ અને ઇમરાન 1.46 કરોડના એમ.ડી ડ્રગ્સ સાથે પોલીસના હાથે ઝડપાયા હતા. ત્યારબાદ બન્નેને જેલ હવાલે કરાયા હતા. સાબરમતી જેલમાં ધકેલાયા બાદ સહેજાદ અને ઇમરાન વચગાળાના જામીન પર બહાર આવ્યાં હતા. જે પછી બન્ને ડ્રગ્સના વેપારમાં પડ્યાં અને ફિરોઝ સાથે સંપર્કમાં આવ્યાં હતા. દાણિલીમડા પોસી સ્ટેશને ખાતે એસ.આઇ.તરીકે ફરજ બજાવતા ફિરોજ નાગોરી ડ્રગ્સની હેરાફેરી કરાવવા માટે સહેજાદ અને ઇમરાનની પુરે પુરી મદદ કરતો હતો.

સહેજાદ વર્ષ 2017માં ધારાસભ્યની ચૂંટણી લડી ચૂક્યો છે

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડની કિંમતના MD ડ્રગ્સમાં ઝડપેલા આરોપીની પુછપરછ કરી ત્યારે વધુ ચોકાવનારી વિગતો સામે આવી હતી. ગત વર્ષે પેરોલમાંથી નાશી છુટેલા આરોપી સહેજાદે ચુંટણી લડવાનું નક્કી કર્યું હતું અને તેણે વર્ષ 2017 માં ધારાસભ્ય પદ માટે ફોર્મ ભર્યું હતું. તેણે 2017 માં જમાલપુર ખાડિયા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જોકે આ ચુંટણીમાં સહેજાદની કારમી હાર થઇ હતી.

ગુજરાતમાં દારૂની સાથે ડ્રગ્સનો વેપલો જોરમાં

1 કરોડની કિંમતના MD ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓમાના એક સહેજાદની જ્યારે ગત વર્ષે ડ્રગ્સ કેસમાં ધરપકડ થઇ ત્યારથી જ તે પોલીસ કર્મી એવા ફિરોઝના સંપર્કમાં આવ્યો હતો. ત્યારથી તે બંને મળીને ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્સનો વેપલો ચલાવી રહ્યા હતા. ગુજરાતમાં આજ કાલ દારૂની સાથે ડ્રગ્સનો વેપલો પણ મોટા પાયે ચાલી રહ્યો છે. ત્યારે હાલ ગુજરાત પોલીસ સતર્ક થઇ ગઇ છે. જોકે છેલ્લા ઘણા સમયથી દરીયાઈ માર્ગે પણ ડ્રગ્સને ગુજરાતમાં ઘુસાડવા માટે ષડયંત્ર રચી રહ્યા હોવાના કારણે ગુજરાત દરિયાઇ પોલીસ પણ આ મામલે સતર્ક થઇ ગઇ છે.

વડોદરા અમદાવાદા એક્સપ્રેશ વે પર ક્રાઇમ બ્રાન્ચે અલ્ટો કારમાંથી કેટલાની ધરપકડ કરી

મહંમદઆરીફ ઉર્ફે મુન્નો જલાલુદ્દીન કાજી, ફિરોઝ ખાન મહંમદખાન નાગોરી અને ઇમરાન ઉર્ફે ઇમ્મો ઇબ્રાહીમ પઢીયાર

મુંબઇ પહોંચેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોની ધરપકડ કરી

સહેજાદહુસૈન મજહરહુસૈન તેજાબવાલા અને ઇમરાન અહેમદ અજમેરીને ઝડપી પાડ્યાં હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud