અધિકારીક રીતે અંગ્રેજીમાં જ ચુકાદા અને ઓર્ડર માન્ય રહેશે
લોકો માટે જ ગુજરાતી ભાષામાં ચુકાદાનો નિર્ણય લેવાયો છે.
હાઇકોર્ટની વેબસાઈટ https://gujarathighcourt.nic.in/gujaratijudgments પર ગુજરાતી ભાષામાં ઓર્ડર અને ચુકાદા જોવા મળશે.
અમદાવાદ. ગુજરાત હાઈકોર્ટમાં હવેથી કેટલાંક મહત્વના ચુકાદાઓ અને સુનાવણીઓ પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતીમાં ભાષામાં જાણવા મળશે. ગુજરાત હાઈકોર્ટની અધિકારીક વેબસાઈટ પર લોકોને સરળ ભાષામાં સમજૂતિ મળી રહે તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી કોઈ પણ વ્યકિત માટે સરળતા રહેશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના આ નિર્ણયથી પક્ષકાર અને જાહેર જનતાને ફાયદો થશે.
જનતાને સ્પર્શતા મહત્વના ચુકાદાઓને વેબસાઈટ પર મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતીમાં ચુકાદાઓ મુકવાની શરૂઆત મહાત્મા ગાંધીની જન્મજંયતિથી શરૂ કરવામાં આવી છે. નામદાર હાઈકોર્ટ દ્વારા અંગ્રેજીમાં આપવામાં આવેલા ચુકાદાઓને અંતિમ ગણવામાં આવશે. અત્યાર સુધી ગુજરાતી સિવાયની મહત્વની ભાષાઓમાં ચુકાદાઓ મળતા હતા. આ કારણથી અંગ્રેજી-હિન્દી નહીં જાણતા અરજદારો જેવા લોકોને ઘણી મુશ્કેલી પડી રહી હતી. જોકે આ નિર્ણયથી આ મુશ્કેલીનો અંત આવી ગયો છે.
અધિકારીક રીતે અંગ્રેજીમાં જ ચુકાદા અને ઓર્ડર માન્ય
ગુજરાતીમાં ભાષાંતરિત કરેલા ચુકાદા અને આર્ડર માત્ર લોકોની સમજ પૂરતા રહેશે. જ્યારે હાઈકોર્ટના દરેક ચુકાદા અને ઓર્ડર અંગ્રેજી ભાષામાં જ અધિકારીક રીતે માન્ય રહેશે.
અધિકારીક રીતે અંગ્રેજીમાં જ ચુકાદા અને ઓર્ડર માન્ય રહેશે
લોકો માટે જ ગુજરાતી ભાષામાં ચુકાદાનો નિર્ણય લેવાયો છે.
હાઇકોર્ટની વેબસાઈટ https://gujarathighcourt.nic.in/gujaratijudgments પર ગુજરાતી ભાષામાં ઓર્ડર અને ચુકાદા જોવા મળશે.અમદાવાદ. ગુજરાત હાઈકોર્ટમાં હવેથી કેટલાંક મહત્વના ચુકાદાઓ અને સુનાવણીઓ પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતીમાં ભાષામાં જાણવા મળશે. ગુજરાત હાઈકોર્ટની અધિકારીક વેબસાઈટ પર લોકોને સરળ ભાષામાં સમજૂતિ મળી રહે તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી કોઈ પણ વ્યકિત માટે સરળતા રહેશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના આ નિર્ણયથી પક્ષકાર અને જાહેર જનતાને ફાયદો થશે.