• 1 પિસ્તોલ, 1 તમંચો, 6 જીવતા કારતૂસ, 1 છરો અને 1 રામપુરી મળી આવ્યું
  • ₹1.25 કરોડની ખંડણી સહિતના 25 થી વધુ ગંભીર ગુનામાં સંડોવણી
  • જુહાપુરામાં વર્ષ 2018માં ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો
  • ભરૂચમાં કોઈ ગુનાને અંજામ આપવા આવ્યો હોવાની આશંકા

WatchGujarat. અમદાવાદ જુહાપુરાના કુખ્યાત અઝહર ઉર્ફે કિટલીને ગુજરાત ATS એ ભરૂચના દહેગામ રોડ પર આવેલા અલમુકામ ખાતેથી ઝડપી પાડ્યો છે. ₹1.25 કરોડની ખંડણી સહિત 25 ગામ ગંભીર ગુનામાં સંડોવાયેલ કિટલી ભરૂચમાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા આવ્યો હોવાની શંકા સેવાઇ રહી છે.

ગુજરાત ATS ના નાયબ પોલીસ અધિક્ષક  બી.પી.રોજીયાને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે , ધાક ધમકી આપી બળજબરીથી પૈસા પડાવવા તથા મારામારીના અનેક ગુન્હાઓમાં વોન્ટેડ અઝહર ઉર્ફે કીટલી ભરૂચમાં દહેગામ રોડ ઉપર અલમુકામ સોસાયટી ખાતે હાજર છે. ATS ની ટીમે વોન્ટેડ આરોપી અઝહર ઇસ્માઇલ શેખ ઉર્ફે કીટલી રહે. લતીફ મજીદ , જુહાપુરા , અમદાવાદને રવિવારે દહેગામ રોડ , ભરૂચની સોસાયટીમાં રેડ દરમ્યાન પકડી પાડી અમદાવાદ લઈ ગઈ હતી.

અઝહર ઉર્ફે કીટલીની એ.ટી.એસ. અમદાવાદ ખાતે વધુ પૂછપરછ કરતા તેના ઘરેથી તેની એક્ટીવા ની ડેકીમાંથી વગર લાયસન્સની 1 – પિસ્તલ , 1 – દેશી તમંચો , 6- જીવતા રાઉન્ડ , 1 – છરો તથા 1- રામપુરી ચપૂ મળી આવ્યા હતા. કુખ્યાત કિટલીની વધુ પૂછપરછમાં હકીકત બહાર આવી હતી કે, તેણે અને તેની ગેંગે અમદાવાદના સાંતેજ ખાતે 8 મહિના પહેલા એક જગ્યાએ આશરે ₹ 1.5 કરોડ ની લૂંટને અંજામ આપ્યો હતો. ATS દ્વારા પકડાયેલ અઝહર ઉર્ફે કીટલીની આવા અન્ય બનાવોમાં સંભવિત સંડોવણી અંગે તેમજ ભરૂચમાં તેની હાજરીને લઈ  પૂછપરછ હાલમાં ચાલુમાં છે.

કુખ્યાત કિટલી તેના સાગરીતો સાથે મળી અમદાવાદ શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારમાં ધાક ધમકી , બળજબરીથી પૈસા પડાવવા , ખંડણી , ફાયરિંગ, મારામારી તથા જાનથી મારી નાખવાની ધમકી સહિતના 25 જેટલા ગંભીર પ્રકારના ગુના આચરેલા છે. જેમાં કેટલાક ગુન્હાઓમાં તે વોન્ટેડ છે.  હાલ પણ આવા ગુન્હા આચરવાની પ્રવૃતિ ચાલુ છે. જુહાપુરામાં વર્ષ 2018 અને 2019 ના ફાયરિંગના ગુનામાં પણ વોન્ટેડ કિટલી ભરૂચમાં કયા આશયથી આવ્યો હતો જેને લઈ ATS ની પૂછપરછમાં મોટો ખુલાસો થઈ શકે તેમ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud