મોરબી બાદ દેવ ભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો
આ કન્સાઈનમેન્ટમાંથી 12 કિલો જેટલા હેરોઈનના જથ્થાની ડિલીવરી રાજસ્થાનના કુખ્યાત ડ્રગ માફીયા ભોલા શૂટરના માણસની કરી હતી
WatchGujarat. ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. બુધવારે દેવ ભૂમિ દ્વારકામાંથી વધુ 24 કિલો હેરોઇન સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 120 કરોડ હોવાનું આંકવામાં આવી રહ્યુ છે. બુધવારે જામકલ્યાણપુરના નાવદ્રામાંથી અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયાના રહેણાંક મકાનમાંથી અંદાજિત 24 કિલો ગેરકાયદે હેરોઈનનો જથ્થો ઝડપી લેવાયો છે. આ મામલે લોરેન્ઝ બિશ્નોઈ ગેંગના ભારત ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર અને અંકિત જાખડની રાજસ્થાનથી તેમજ ઈશા રાવના પુત્ર હુસેન રાવનીજોડિયાથી અટકાયત કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, 14 નવેમ્બરના રોજ ગુજરાત એ.ટી.એસ.ની ટીમે ગુપ્ત બાતમી આધારે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે એક મકાનમાં રેડ કરી હતી. જેમાં અંદાજિત 120 કિલો હેરોઈન સાથે ત્રણ આરોપીઓ મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર, સમસુદ્દીન સૈયદ, ગુલામ હુસૈન ઉમર ભગાડની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા જેમા પકડાયેલ આરોપી મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડીયાની પૂછપરછ દરમ્યાન તેણે હેરોઈનનો જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે છૂપાવેલ હોવાની કબૂલાત કરી હતી.
ત્યારબાદ તાત્કાલિક એ.ટી.એસ. ગુજરાતની એક ટીમે આરોપી મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડીયાને સાથે રાખી તેણે બતાવેલ જગ્યાએ રેડ કરતા અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયાના ઘરમાંથી અંદાજે 24 કિલો ગેરકાયદેસર હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ હેરોઈન કન્સાઈનમેન્ટની વધુ તપાસ તથા પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની સંડોવણી ખૂલી છે. આ કન્સાઈનમેન્ટમાંથી 12 કિલો જેટલા હેરોઈનના જથ્થાની ડિલીવરી ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયાએ રાજસ્થાન ખાતે કુખ્યાત ડ્રગ માફીયા ભોલા શૂટરના માણસો નામે અંકિત જાખડ અને અરવિંદ યાદવનાઓને કરી હતી.
બાકીના ડ્રગ્સની ડીલીવરી માટે ઈકબાલ ડાડો રાજસ્થાન ખાતે ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિદ યાદવને મળવા જવાનો હોવાની માહિતી મળી હતી. જેનાં આધારે એ.ટી.એસ. ગુજરાતની ટીમ રાજસ્થાન વોચમાં હતી, જે દરમ્યાન બે આરોપીઓ ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો અને અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફ બિંદુને શિરોહી, રાજસ્થાન નજીકથી પકડી પાડવામાં આવ્યા હતા.
ઉપરોક્ત પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે, ભોલા શૂટર કે જે હાલમાં ફરીદકોટ જેલમાં હોઈ તે અંકિત જાખડ, અરવિંદ યાદવ તથા અન્ય માણસો મારફતે ડ્રગ્સ રેકેટ ચલાવે છે તથા આ તમામ ડ્રગ્સની ડીલીવરી ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિંદ યાદવે કરવાની હતી. ભારત શર્મા, ઉર્ફે ભોલા શૂટર ઉપર રાજસ્થાન, પંજાબ તથા હરિયાણા સહિતના રાજ્યોમાં લૂંટ, હત્યા, ખંડણી વગેરે જેવા સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલ છે.
બીજીતરફ અંકિત જાખડ તથા ભોલા શૂટર લોરેન્ઝ બિશ્નોઈ ગેંગના સક્રિય સભ્યો છે અને ભોલા શૂટર લોરેન્ઝ બિશ્નોઈનો ખાસ માણસ છે. આ ઉપરાંત ઉપરોક્ત ગુનામાં વોન્ટેડ આરોપી ઈશા રાવનો પુત્ર હુસેન રાવ પણ આ ગુનામાં સંડોવાયેલ હોવાથી તેની પણ જોડીયા ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.