• વર્ષ 1997માં ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રજાસ્તાક દિને આતંકવાદી હુમલાને અંજામ આપવાનુ કાવતરૂ ધડાયુ હતુ.
  • પાકિસ્તાનમાં બેઠેલા દાઉદ ઇબ્રાહીમના ઇશારે અબુ સાલેમએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં હથિયારો સપ્લાય કરવાની ગોઠવણ કરી હતી.
  • કરોડોની કિંમતના વિસ્ફોટક પદાર્થ રાજસ્થાન(Rajasthan)ની બાડમેર(Barmer) બોર્ડરથી ભારતમાં ઘૂસાડવામાં આવ્યાં હતા
  • ઝારખંડના જમશેદપુરમાં નામ બદલીલે રહેતા માઝીદ કુટ્ટીની ગુજરાત(Gujarat) ATSએ ધરપકડ કરી

WatchGujarat વર્ષ 1962માં મુંબઇના માહિમમાં માજીદનો જન્મ થયો હતો. માજીદના પિતા અબ્દુલ અહેમદ કુટ્ટી મેડિક્લ સ્ટોર ચલાવતા હતા. ધો. 10 સુધી અભ્યાસ કરનાર માજીદના પિતાનુ વર્ષ 1978માં અવસાન થયું હતુ. પિતાના અવસાન બાદ તેણે અબ્દુલ માજીદ કુટ્ટી નામનો પાસપોર્ટ બનાવી દુબાઇ જતો રહ્યો હતો. માજીદ દુબઇમાં એલ્યુમિનીયમ સેકશન તથા ગ્લાસ ફીટીંગનુ કામ કરતો હતો. વર્ષ 1984માં માજીદ દુબઇથી પરત મુંબઇ આવી પહોંચતા તેની અંડરવર્લ્ડમાં એન્ટ્રી થઇ હતી.

માજીદ કુટ્ટી દુબઇથી મુંબઇ આવી મહમદ અલી રોડ પર પોતાની જમાત અને અંડલવર્લ્ડ ડોન દાઉબ ઇબ્રાહીમ, અબુ સાલેમ, મોહમદ ડોસા, મુશ્તુફા ડોસા, છોટા શકીલ, ટાઇગર મેમણના સંપર્કમાં આવ્યો હતો. અંડરવર્લ્ડમાં માજીદની એન્ટ્રી થતા તેણે પહેલા તો નાના મોટા સોનાનુ સ્મગ્લીંગ અને કસ્ટમ ચોરીનુ કામ કરવાનુ શરૂ કર્યું હતુ. જેની માટે અવાર નવાર તે મુંબઇથી દુબઇ આવતો જતો રહેતો હતો.

વર્ષ 1996માં માજીદ કુટ્ટી દુબઇ(Dubai)માં હતો ત્યારે અબુ સાલમે સાથે તેની મુલાકાત થઇ હતી. આ મુલાકાતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રજાસ્તાક દિને આંતકવાદી હુમલો કરવાનુ કાવતરૂ ઘડવામાં આવ્યું હતુ. ગુજરાત(Gujarat) અને મહારાષ્ટ્ર(Maharastra)માં આતંકવાદી હુમલાને અંજામ આપવા માટે અબુ સાલેમએ એક્સપ્લોઝીવ(Explosive) અને હથિયારોની ડીલીવરી અજમેરથી લેવાનુ જણાવ્યું હતુ. જેતી માજીદે અજમેર ખાતે રહેતા તેના માણસ મોહમદ ફઝલને ડીલીવરી લેવા માટે મોકલ્યો હતો.

રાજસ્થાન(Rajasthan)ની બાડમેર બોર્ડરથી ભારતમાં ઓક્સોપ્લોઝીવ પદાર્થ અને કરોડોની કિંમતના ઓટોમેટિક હથિયારો ભારતમાં ઘૂસાડાયા હતા. પરંતુ આંતકિઓનો મનસુબો પાર ન પડ્યો અને ગુજરાતમાં આ હથિયારો પહોંચે તે પહેલા જ મહેસાણા હાઇવે પાસેથી ગુજરાત પોલીસે પઠાણ મહોમદ ફઝલ મહોમદ હરનાત (રહે. રાજસ્થાન, અજમેર, ડુંગરપાડા), કુરેશી અનવર ઉર્ફે પપ્પુ અખથર ફર્ફે સલીમ ઉર્ફે ફારૂક ઉર્ફે અનવર ઉલહક (રહે. મુંબઇ) તથા કુરેશી શકીલ ઇબ્રાહીમ (રહે. મુંબઇ)ને ઝડપી પાડ્યાં હતા.

હથિયારો અને એક્સપ્લોઝીવ પદાર્થ સાથે ત્રણ શખ્સો ઝડપાયા હોવાની જાણ અબુ સાલેમને થઇ હતી. અબુ સાલેમએ આ અંગેની જાણ માજીદ કુટ્ટીને કરી હતી. પોલીસ અને તપાસ એજન્સીઓથી બચવા માજીદ બેંગકોક (Bangkok) જતો રહ્યો હતો. વર્ષ 1999 સુધી માજીદ બેંગકોકમાં રોકાઇ પરચુરણ કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતો હતો. દરમિયના માજીદ પોરબંદરના મમુમિયાના સંપર્કમાં આવ્યો હતો. માજીદ અને મમુમિયા હવે સોનાનુ સ્મગ્લીંગ કરવા લાગ્યા હતા. માજીદ ભારતમાં રહેવા માંગતો હતો. જેથી તેણે જમશેદપુરના મોહમદ ઇનામ અલીના સંપર્કથી એજન્ટ મારફતે મોહમદ કમાલ નામનો પટનાથી પાસપોર્ટ બનાવ્યો હતો.

મોહમદ કમાલ નામના પાસપોર્ટથી માજીદ દુબઇથી મલેશીયાના કુઆલાલમ્પુરમાં રહીં કાપડનો વેપાર કરવા લાગ્યો હતો. મે વર્ષ 2019માં આજ પાસપોર્ટના આધારે માજીદ મલેશીયાથી ભારત આવી ઝારખંડના જમશેદપુરમાં રહેવા લાગ્યો હતો. છેલ્લા 25 વર્ષીથી પોતાની સાચી ઓળખ છુપાવી અને બનાવટી પાસપોર્ટના આધારે ઝારખંડના જમશેદપુરામાં રહેતા માજીદ કુટ્ટીને ગુજરાત ATS એ દબોચી તેની વધુ પુછપરછ હાથ ધરી છે.

વર્ષ 1997માં આ વસ્તુઓ મહેસાણા હાઇવે પરથી પકડાઇ હતી.

– 115 પાકીસ્તાનની બનાવટની ઓટોમેટીક સ્ટાર પીસ્ટલો
– 15 ચાઈનીઝ બનાવટની પીસ્ટલો મળી કુલ 125 પીસ્ટલો
– 113 મેગજીન
– 750 કાર્ટિજ
– 4 કિલો RDX
– 10 ડીટોનેટર

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud