મુંબઇની કોલેજમાં એડમિશનના બહાને ભરૂચના યુવાન સાથે 43 લાખની ઠગાઇની એ ડિવિઝનમાં ફરિયાદ
મુંબઈ કોર્પોરેશનની સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ & મેડિકલ કોલેજના ડીન સાથે વાત કરાવી ટોળકી એ ₹60 લાખ કીધા હતા
આંગડિયા અને RTGS થી રોકડા આપ્યા બાદ ડેપ્યુટી ડીન ને સસ્પેન્ડ કર્યાનું અને કોઈ એડમિશન નહિ આપ્યું હોવાનું ખુલતા ઠગાઈનો ગુનો નોંધાવ્યો
WatchGujarat ભરૂચના MBBS થયેલા યુવાનને પોસ્ટ ગ્રેજ્યુએટ (MS કે MD) માટે મુંબઈ કોર્પોરેશનની સાયન હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં એડમિશનના નામે મુન્નાભાઈઓની ટોળકી એ મામુ બનાવી ₹43 લાખ પડાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ભરૂચની ભજ્જુવાલા સોસાયટીમાં રહેતાં અને નિવૃત્ત જીવન ગુજારતાં આદમ વલી પટેલના પુત્ર મોહસિને MBBSનો અભ્યાસ પુર્ણ કર્યાં બાદ તે પોસ્ટ ગ્રેજ્યુએશનની તૈયારીઓ કરી રહ્યો હતો. દરમિયાન ગત વર્ષ જૂલાઇ મહિનામાં એક શખ્સે તેમના મોબાઇલ પર ફોન કરી પોતાની રિતમ શર્મા તરીકેની ઓળખ આપી તેમની સાથે વાત કરી હતી.
આદમભાઈ ને જણાવ્યું હતું કે, તેમના પુત્ર મોહસીનનું મુંબઇ મહાનગરપાલિકામાં સાયન હોસ્પિટલ ઇન સર્વિસ કોટામાં એડમિશન કરાવી આપી શકે છે. સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજના ડીન સાથે તેઓ વાત કરાવી શકે છે. તેમ વાતોમાં ભોળવતાં તેઓ પરિવાર સાથે મુંબઇ ગયાં હતાં. જ્યાં ડો. રાકેશ વર્મા, લવકુમાર ગુપ્તા, વિશાલ રાદરિયા, મુકેશ મિશ્રા, આદિત્ય અને સાગર નામના શખ્સોને હોસ્પિટલના ડેપ્યુટી ડીન તેમજ હોસ્પિટલના અલગ અલગ કર્મચારીઓ તરીકે ઓળખ કરાવી હતી.
પહેલાં ₹60 લાખમાં અને બાદમાં ₹43 લાખમાં એડમિશન આપવાનું ફાઇનલ કર્યું હતું. જેના પગલે તેઓએ તબક્કાવાર રીતે તેમને આંગડિયામાંથી તેમજ RTGS થી તમામ રૂપિયા ચુકવ્યાં હતાં. જોકે, બાદમાં ડેપ્યુટી ડીન તરીકે મળેલાં રાકેશ વર્માને સસ્પેન્ડ કર્યાં હોવાનું તેમજ હોસ્પિટલે આ પ્રકારનું કોઇ એડમિશન આપ્યું ન હોવાનું માલુમ પડતાં તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાયું હતું. જેના પગલે આદમભાઈ એ આખરે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.