હાઇવે પર આવેલી સુપ્રસિદ્ધ હોટલની આગ દોઢ કલાકે પણ કાબુમાં નહિઆગમાં નુકશાની કે જાનહાની હજી સુધી કોઈ અહેવાલ નહિહાલ શોર્ટસર્કિટના લીધે આગ લાગી હોવાની પ્રાથમિક અટકળો
WatchGujarat. ભરૂચ શહેરની ઓળખ સમી 34 વર્ષ જૂની હાઇવે પર આવેલી હોટલ ન્યાયમદિરમાં આકસ્મિક રીતે લાગેલી આગને સમગ્ર ભરૂચને હચમચાવી દીધું છે. એક સમયે લોકોની અતિપ્રિય એવી ન્યાયમંદિર હોટલ ભીષણ આગમાં બળી ને ખાખ થઈ જવા સાથે દોઢ કલાકનો સમય વીતી જવા છતાં આગ પર કાબુ મેળવી શકાયો નથી.
ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી ન્યાયમંદિર હોટલમાં મંગળવારે રાત્રીના સમયે અકસ્માતે આગ ફાટી નિકળી હતી. ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના લાશ્કરો લાઇબંબા સાથે તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. જોકે ઘટનાના એક કલાક બાદ પણ આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો.
ભરૂચ હાઇવે પર આવેલી ન્યાય મંદીર હોટલમાં રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. ઘટનાને પગલે હોટલમાં કામ કરતાં લોકો તેમજ હોટલમાં આવેલાં ગ્રાહકોમાં દોડધામ મચી ગઇ હતી. આગની જ્યાળાઓ આકાશમાં ઉંચે સુધી જતાં લોકોમાં ભય ફેલાયો હતો. બનાવ અંગે પાલિકાના લાશ્કરોને જાણ કરવામાં આવતાં તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એક કલાક ઉપરાંતનો સમય થવા છતાં આગ કાબુમાં આવી શકી ન હતી. બીજી તરફ આગમાં કોઇ જાનહાની થઇ છે કે કેમ તે અંગે પણ હાલમાં કોઇ સ્પષ્ટતા થઇ શકી ન હતી.
More #Nyay Mandir #Hotel #burn #Bharuch News
હાઇવે પર આવેલી સુપ્રસિદ્ધ હોટલની આગ દોઢ કલાકે પણ કાબુમાં નહિ
આગમાં નુકશાની કે જાનહાની હજી સુધી કોઈ અહેવાલ નહિ
હાલ શોર્ટસર્કિટના લીધે આગ લાગી હોવાની પ્રાથમિક અટકળો