• 6 માર્ચે ધરાસભ્યે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો
  • અંકલેશ્વરના MLA અને સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ બાદ જિલ્લાના બીજા ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા
  • ધારાસભ્ય જલ્દી સ્વસ્થ થાય તે માટે લોકોની પ્રાર્થના

WatchGujarat ભરૂચ જિલ્લામાં પણ કોરોના સંક્રમનની બીજી લહેર તેજ ગતિએ આગળ વધી રહી છે. અગાઉ અંકલેશ્વરના MLA અને સહકાર મંત્રી ઈશ્વર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ભરૂચ જિલ્લા સહિત ગુજરાતમાં કોરોના ફરી વકર્યો છે. ભરૂચ જિલ્લામાં સરેરાશ 17 થી 20 ની વચ્ચે કોરોના પોઝિટિવ કેસો રોજબરોજ નોંધાઇ રહ્યા છે.

રાજ્યના સહકાર મંત્રી અને અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ કોરોનાની રસી મુકાવ્યા ના 3 દિવસમાં જ કોરોના સંક્રમિત થયા હતા.

હવે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ભરૂચ MLA એ ગત 6 માર્ચે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. સાથે જ તેઓએ અન્યને પણ આ રસી સલામત અને અસરકારક હોવાથી અન્ય ને પણ રસી લેવા અનુરોધ કર્યો હતો.

વિધાનસભા સત્ર માં હાજરી, પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રચાર-પ્રસાર તેમજ સરકારી, સામાજિક અને વિકાસના કામોમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ જાહેર કાર્યક્રમોમાં લોક પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેતા હોય કોરોનાથી સંક્રમિત થયા છે.

તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે ઘરે જ હોમ આઇસોલેટેડ થઈ ગયા છે. સાથે જ પોતાના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓને પણ કોરોનાનો રિપોર્ટ કરાવી લેવા તેમને અપીલ કરી છે. BJP અને જિલ્લાની પ્રજા ધારાસભ્ય જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud