પેહલા પશુ ચોરીના બનાવો બાદ હવે તસ્કરોએ જવેલર્સ, દવાખાનું, દુકાનો અને મકાનને નિશાન બનાવ્યા,
ગ્રામજનોની નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગ, પોલીસ ફરિયાદ મહીં
હાઇવેને અડીને આવેલી પૂર્વપટ્ટીના ગામોમાં હવે તસ્કરોનો તરખાટ, 7 સ્થળોએ પરચુરણ અને ₹5 કે 7 હજારની રકમ ચોરી
[caption id="attachment_1391812" align="aligncenter" width="1600"] ભરૂચ એક જ રાતમાં 7 સ્થળે તસ્કરો ત્રાટક્યા[/caption]
WatchGujarat. ભરૂચ તાલુકાના જુના અને નવા તવરા ગામે પશુ ચોરીઓના બનાવો બાદ હવે શુક્રવારે રાતે સાગમટે 7 સ્થળોએ તસ્કર ટોળકીએ ધાપ મારતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. હાઇવેને અડીને આવેલી પૂર્વ પટ્ટી પર હવે તસ્કર ટોળકી સક્રિય બની હોય પોલીસ પેટ્રોલિંગ વધારવા ગ્રામપંચાયતો અને ગ્રામજનોએ માંગ કરી છે.
ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર આવેલા જુના અને નવા તવરા ગામ તેમજ આસપાસની સોસાયટી વિસ્તસરમાં શુક્રવારે રાતે 1 થી 3 વાગ્યાના અરસામાં તસ્કર ટોળકી ત્રાટકી હતી. જવેલર્સ, દવાખાનું, દુકાનો અને ઘરને નિશાન બનાવી તસ્કરોએ એક જ રાતમાં 7 સ્થળોએ ચોરી કરી હતી. સવારે ઘટનાની જાણ થતાં ગામમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
જૂના તવરા ગામે નવરંગ ફળિયામાં રાજલક્ષ્મી જ્વેલર્સ, બાજુની દુકાન કૂપાક્લિનિક દવાખાનુ અને જીતાબાનગરમાં મકાનના તાળા તોડિયા હતા. નવા તવરા બસ સ્ટોપ પાસે પણ વૃંદાવન નર્સરી તથા નર્સરી ની સામે આવેલી પાન ગલ્લાની દુકાન અને એની બાજુમાં આવેલ ભેસોના તબેલા માં રહેતા માલિકીના મકાનમાં તથા અન્ય 2 સ્થળો પર રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા.
સદનસીબે મોટી માલમત્તાની ચોરી મહીં થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. જોકે પશુ ચોરીઓ બાદ હવે દુકાન, મકાન, જવેલર્સ, તબેલામાં ચોરીની ઘટનાને કારણે લોકોમાં ફફડાટ વચ્ચે નાઈટ પેટ્રોલિંગ પોલીસ વધારે તેવી માંગણી ઉઠી રહી છે.
ભરૂચ પૂર્વ પટ્ટીના ગામોમાં તસ્કરી કરી તસ્કરોને પલાયન થઈ જવા હાઇવે મળી રહેતો હોય આ વિસ્તારમાં ટોળકી સક્રિય બની છે. પેહલા માત્ર પશુઓની જ ચોરી થતી હતી હવે દુકાનો, મકાનો, દવાખાનાને પણ તસ્કરો નિશાન બનાવી રહ્યાં હોય જે સ્થિતિને ચિંતાજનક ગ્રામજનો ગણાવી રહ્યાં છે.