• કોઈને અકારણ દંડવાનો સરકારનો હેતુ નહિ પણ આગ ક્યાં કારણસર લાગી તેની તપાસ રાજ્ય સરકારે નિમેલી કમિટી અને FSL કરી રહી છે
  • હોમ મિનિસ્ટરે હોસ્પિટલ અગ્નિકાંડ બાદ સહકાર મંત્રી સાથે ઘટના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
  • ભરૂચ જિલ્લાની કોવિડ હોસ્પિટલની વ્યવસ્થાઓ અને કોરોનાની સ્થિતિનો પણ ચિતાર મેળવી તંત્ર સાથે બેઠક યોજી

WatchGujarat. ભરૂચની પટેલ વેલ્ફર હોસ્પિટલના કોવિદ સેન્ટરમાં આગની હોનારતમાં 18 જીવ હોમાઈ ગયા બાદ રવિવારે હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજા દોડી આવ્યા હતા. ઘટના સ્થળની મુલાકાત લઈ તેમણે નિરીક્ષણ કરી જરૂરી માહિતી મેળવવા સાથે મૃતકો અને તેમના પરિવાર અંગે સંવેદના વ્યક્ત કરી હતી.

ગુહમંત્રીએ જણાવ્યું હતું કે, આગ લાગવાની ઘટનામાં સરકારનો આશય કોઈને પણ અકારણ દંડવાનો નથી. વેલફેર હોસ્પિટલ વર્ષોથી ગરીબો અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરી રહી છે.

જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ અને ઘટનાના મૂળ સુધી પોહચવા તપાસ કરવામાં આવી રહી છે. શનિવારે જ રાજ્ય સરકારે 2 સિનિયર IAS ની નિમેલી કમિટીએ ઘટના સ્થળની મુલાકાત લઇ આગનું કારણ જાણવા તપાસ શરૂ કરી દીધી છે. FSL દ્વારા પણ તપાસ ચાલી રહી છે. પોલીસ પણ પોતાની રીતે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ભરૂચ જિલ્લામાં વધી રહેલા કોરોના મહામારીના કેસો અંગેની ચિતાર મેળવી તેની સમીક્ષા કરવા અંગે જિલ્લાના પ્રભારી મંત્રી ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા રવિવારના રોજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે ભરૂચની મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્ય મંત્રીએ પ્રથમ પટેલ વેલ્ફર હોસ્પિટલમાં બનેલી આગની ઘટના સ્થળની અધિકારીઓની હાજરીમાં મુલાકાત લઈને ઘટના અંગેનો ચિતાર મેળવીને હોસ્પિટલના ટ્રસ્ટીઓ તથા અન્ય સ્ટાફ સાથે પણ ઘટના અંગેની ચર્ચાઓ કરી હતી.

ત્યાર બાદ તેમણે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને સરકારી ઈજનેરી કોલેજ સ્થિત ગર્લ્સ હોસ્ટેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ ઉપલબ્ધ સારવાર સુવિધાઓ અને આરોગ્યલક્ષી જાણકારી મેળવીને આરોગ્ય તંત્રની કામગીરીની સમીક્ષા કોરોનામાં ભરૂચ જિલ્લા પોલિસ, આરોગ્ય અને વહીવટી તંત્રની કામગીરી સરાહનીય હોવાનું કહી અભિનંદન આપ્યા હતા.

સાથે જ આરોગ્યલક્ષી સુવિધા અને સારવાર અંગે તેમણે જરૂરી સૂચનો કર્યા હતા. પ્રદિપસિંહજાડેજાએ અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલને પણ મુલાકાત લીધા બાદ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

બેઠકમાં જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો. તેમણે વેક્સીનેશનએ કોરોના સામે લડવા કારગર શસ્ત્ર છે જેથી જિલ્લાના 18 થી 45 વયજૂથના લોકો વધુમાં વધુ વેક્સીન મૂકાવી સુરક્ષિત બનવા પણ અપીલ કરી હતી.

રેમડેસિવિર ઈન્જેક્શનોની અંગે જણાવ્યું હતું કે, ભરૂચને દરરોજ 600 જેટલા ઈન્જેક્શનો ફાળવવામાં આવે છે, અત્યાર સુધી 11,600 ઈન્જેક્શનો ફાળવવામાં આવ્યા છે. વધુમાં તેમણે ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, સદસ્યો સાથે પણ આત્મીય હોલ ખાતે પરામર્શ બેઠક કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણને અટકાવવાના પ્રયાસો, આરોગ્ય કામગીરી, વેક્સીનેશન અને મારૂં ગામ, કોરોના મુક્ત ગામના અભિયાનને અસરકારક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.

હોમ મિનિસ્ટર સાથેની બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેન, કલેકટર ડો. એમ.ડી.મોડિયા, IG હરિકૃષ્ણ પટેલ, DSP રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud