• ફેઝ-2 માં પોલીસ, રેવન્યુ, સરકારી અધિકારીઓ, પંચાયતો, મંડળીઓ, પત્રકારો, 50થી ઉપરની ઉંમરના લોકો સહિતને ડોઝ
  • ત્રીજા તબક્કામાં તમામ નાકગરિકોને આવરી લેવાશે
  • પોલિંગ બુથ અને પોલિયોની જેમ વેકસીન માટે જિલ્લામાં 280 ટીમ, 600 થી વધુ સેન્ટરો

WatchGujarat. Bharuch જિલ્લાનું વહીવટી અને આરોગ્ય તંત્ર કોરોનાની વેકસીન માટે સજ્જ બન્યું છે. પોલિંગ અને પોલિયો બુથની જેમ જિલ્લામાં 280 ટીમ તેમજ 600 થી વધુ સેન્ટર બનાવી તબક્કાવાર વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. ભરૂચ જિલ્લાની વસ્તી 15.51 લાખ જેટલી છે સમગ્ર જિલ્લાના લોકોને કોરોના વેકસીનેશન એક સાથે થઈ શકે તે માટે જિલ્લાનું આરોગ્ય અને વહીવટી તંત્ર તૈયાર હોવાનું EMO ડો. નિલેશ પટેલે જણાવ્યું છે.

પ્રથમ તબક્કામાં હેલ્થકેર ફ્રન્ટલાઈનર ભરૂચ જિલ્લાના તમામ સરકારી-ખાનગી તબીબો, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી વર્કરો મળી 9900 કોરોના વોરિયર્સને વેકસીનેશન માટે લિસ્ટ બનાવી યાદી મોકલી અપાઈ છે. જે બાદ બીજા ફેઝ માં ફ્રન્ટલાઈનર પોલીસ, રેવન્યુ વિભાગ, સરકારી અધિકારીઓ,કર્મચારીઓ, પંચાયતો, મંડળીઓ, પત્રકારો, 50 વર્ષથી ઉપરના લોકો તેમજ 50 વર્ષથી નીચેના અને ડાયાબીટીસ કે અન્ય મોટી બીમારી ધરાવતા લોકોને આવરી લેવાશે. જેનો ડેટા બુધવાર સુધીમાં તૈયાર કરી જિલ્લાનું તંત્ર ઉપર મોકલી આપશે.

ત્રીજા તબક્કામાં દરેક નાગરિકોને તબક્કાવાર વેકસીનેશનમાં આવરી લેવામાં આવશે. જિલ્લામાં કોરોના વેકસીન માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે, સાથે જ પોલિંગ અને પોલિયો બુથની જેમ 280 ની ટીમ અને 600 થી વધુ સેન્ટરો કાર્યરત કરવામાં આવશે. વેકસીનનો સ્ટોક આવતો રહેશે તેમ કામગીરી થતી રહેશે. #Bharuch

જિલ્લામાં વેકસીનને સાચવવા પૂરતી વ્યવસ્થા

ભરૂચ જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો CHC, PHC સહિત ખાતે વેકસીનને જરૂરી ટેપરેચર પર સાચવવા માટે ILR (વેકસીન રેફ્રિજરેટર), ડીપ ફ્રીઝ, વેકસીન બોક્સ, વેકસીન કેરિયર અને આઇસ બોક્સ પૂરતા પ્રમાણમાં છે.

જાન્યુઆરીના બીજા કે ત્રીજા વીક માં પ્રથમ ડોઝ ફાળવાશે

ભૃવહ એપેડેમીક ઓફિસર ડો. નિલેશ પટેલે જણાવ્યું હતું કે, પેહલા તબક્કામાં 9900 હેલ્થકેર કર્મીઓને રસીકરણ માટે વેકસીન જાન્યુઆરીના બીજા કે ત્રીજા વિકમાં ફળવાઈ તેવી શકયતા છે.

જિલ્લાની 15.51 લાખ પ્રજાને સાગમટે વેકસીનેશન થઈ શકે તેટલા સ્ટોરેજ માટે સક્ષમતા

રિઝનલ લેવલ ઉપર વડોદરામાં મહાકાય સ્ટોરેજમાં વેકસીન સ્ટોરેજ કરાશે. ભરૂચ જિલ્લાની 15.51 લાખ પ્રજાને એક સાથે વેકસીનેશન થઈ શકે તે માટે પણ પૂરતી વ્યવસ્થા હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. તમામ જિલ્લાવાસીઓને અપાઈ એટલા વેકસીનના ડોઝનું સ્ટોરેજ કરી શકાય તેટલી વ્યવસ્થા ઉપલબ્ધ છે.

More #corona #vaccine #distribution #preparation #frontline-workers #Bharuch News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud